હિંમતનગરમાં 11 એપ્રિલે રામનવમીની હિંસા સમયની ફાઇલ તસવીર(ANI Photo)

હિંમતનગરમાં રામનવમીની હિંસાની આરોપીઓની ગેરકાયદેસરની પ્રોપર્ટી પર સ્થાનિક સત્તાવાળાએ મંગળવાર (26 એપ્રિલ)એ બુલડોઝર ફેરવી દીધું હતું. શહેરમાં આ મહિનાના પ્રારંભમાં રામનવમની શોભાયાત્રા દરમિયાન કોમી તોફાનો થયા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના છાપરિયા વિસ્તારમાં અતિક્રમણ દૂર કરવા માટે બુઝડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ સત્તાવાળાએ છાપરિયા વિસ્તારમાં ગેરકાયદે મિલકતો દૂર કરવાની કામગીરી વહેલી સવારે ચાલુ કરી હતી. આ વિસ્તારમાં 10 એપ્રિલે રામનવમીએ કોમી હિંસા થઈ હતી. આ વિસ્તારમાં પૂરતો સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો હતો, એમ પોલીસ સુપરિન્ટેન્ડન્ટ વિશાલ વાઘેલાએ જણાવ્યું હતું. રામનવમીની હિંસા દરમિયાન બે કોમના લોકોએ પથ્થરમારો કર્યો હતો અને કેટલાંક વાહનો અને દુકાનોને આગ ચાંપી દીધી હતી. અગાઉ આણંદ જિલ્લાના ખંભાતમાં પણ હિંસાના આરોપીઓની ગેરકાયદેસરની મિલકતો પર બુઝડોઝર ફેરવવામાં આવ્યું હતું.