(ANI Photo/Mumbai Indians Twitter)

આઈપીએલમાં આ વર્ષે મુંબઈ ઈન્ડિયન્સના કઠણાઈના દિવસો જાણે કે લંબાતા જ જાય છે. ટીમ અત્યાર સુધીમાં રમેલી તમામ 8 મેચ હારી ગઈ છે. સતત 8 મેચમાં પરાજયનો મુંબઈએ નવો રેકોર્ડ કર્યો છે. આ અગાઉ 10 વખત કોઈ ટીમ સતત 7 મેચ હારી હોવાના રેકોર્ડ હતા.

સતત સૌથી વધુ મેચ હારવાના રેકોર્ડમાં પણ મુંબઈ ટોપ પર છે. મુંબઈ ઈન્ડિયન્સ પછી દિલ્હી ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આવે છે. તેઓ શરૂઆતથી સતત 6 મેચ હારી ચૂક્યા છે. દિલ્હીએ 2013માં અને બેંગલોરે 2019માં આ નામોશીભર્યા રેકોર્ડ કર્યા હતા.