In Pathan, Shah Rukh got Rs. 200 crore profit!
(ANI Photo)
આ વર્ષે શાહરૂખ ખાનની શરૂઆત ખૂબ જ સફળ રહી છે. તેની પઠાણ ફિલ્મ આ વર્ષની સુપર-ડુપરહિટ જાહેર થઇ છે. ફિલ્મે ડોમેસ્ટિક બોક્સઓફિસ પર રૂ.500 કરોડ અને વૈશ્વિકસ્તરે રૂ.1050 કરોડની કમાણી કરી છે. રસપ્રદ વાત એ છે કે, શાહરૂખે ફિલ્મ માટે કોઈ ફી લીધી ન હતી. આમ છતાં તેની નફામાંથી ખૂબ જ મોટો હિસ્સો શાહરૂખને મળ્યો છે, જે અંદાજે રૂ. 200 કરોડ થાય છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે શાહરૂખે આ ફિલ્મ સાઇન કરી ત્યારે તેમાં ફીના બદલે નફામાં ભાગ લેવાનું મુનાસિબ માન્યું હતું. શાહરૂખને નફામાં 60 ટકા હિસ્સો આપવા સમજૂતી થઈ હતી. પઠાણ ફિલ્મ રૂ. 270 કરોડના બજેટમાં બની હતી અને મેકર્સને કુલ 333 કરોડનો પ્રોફિટ થયો હતો. જેમાંથી 60 ટકા લેખે શાહરૂખને રૂ.200 કરોડ મળવાપાત્ર છે. આ ફિલ્મના નફાની વહેંચણીને સમજીએ તો તેને ભારતમાં રૂ. 545 કરોડ અને વિદેશોમાં રૂ.396 કરોડની આવક થઈ હતી. ભારતીય ડિસ્ટ્રિબ્યુટરને રૂ. 245 કરોડ અને વિદેશી ડિસ્ટ્રિબ્યુટર્સને રૂ. 178 કરોડનો હિસ્સો મળ્યો હતો. સેટેલાઈટ-ડિજિટલ રાઈટ્સમાંથી રૂ.150 કરોડ અને મ્યૂઝિક રાઈટ્સના વેચાણમાંથી 30 કરોડ મળ્યા હતા. જેના કારણે પ્રોડ્યુસર્સને એકંદરે 333 કરોડનો પ્રોફિટ રહ્યો હતો.
પઠાણ પહેલા શાહરૂખની ફિલ્મ ઝીરો 2018ના વર્ષમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ફ્લોપ જતાં શાહરૂખે ચાર વર્ષનો બ્રેક લીધો હતો. દરમિયાન કોરોના આવ્યો, શાહરૂખનો દીકરો આર્યન ડ્રગ્સ કેસમાં ફસાયો. તમામ આફતો વચ્ચે શાહરૂખે કમબેક કર્યું હતું. આ સમયે ઘણાં લોકો માનતા હતા કે પઠાણની હાલત પણ ઝીરો જેવી જ થશે. જો કે શાહરૂખ ફરી એક વાર કિંગ સાબિત થયો.

LEAVE A REPLY

13 + ten =