India to be among top three economies by 2047: Ambani
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

બિલિયોનેર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે ભારતમાં આર્થિક વિકાસની અભૂતપૂર્વ તકો ઉપલબ્ધ છે અને 2047 સુધીમાં ભારત વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રોમાં સ્થાન મળશે.ભારતના અર્થતંત્રનું કદ 2047 સુધીમાં વધીને 40 ટ્રિલિયન ડોલર થશે, જે હાલમાં ત્રણ ટ્રિલિયન ડોલર છે.

અંબાણીએ જણાવ્યું હતું કે આગામી દાયકાઓમાં સ્વચ્છ ઉર્જા ક્રાંતિ, બાયો-એનર્જી ક્રાંતિ અને ડિજિટલ ક્રાંતિ એમ ત્રણ ક્રાંતિ ભારતની આર્થિક વૃદ્ધિનું પ્રેરકબળ બનશે. ભારતના ભાવિ નેતાઓએ સુનિશ્ચિત કરવું જોઈએ કે રાષ્ટ્ર વૈશ્વિક સ્વચ્છ અને હરિયાળી ઉર્જા ક્રાંતિનું નેતૃત્વ કરે. આ મિશનમાં સફળતા હાંસલ કરવાના 3 મંત્રો છે થિંક બિગ… થિંક ગ્રીન… અને થિંક ડિજિટલ.

અંબાણીએ એમ પણ કહ્યું કે જો ભારતને રિન્યુએબલ એનર્જી સુપરપાવર બનવું હોય તો તે રાષ્ટ્રીય ગઠબંધનના મૂલ્યો સાથે કામ કરતા અનેક અગ્રણી બિઝનેસ જૂથોની સંયુક્ત ઈચ્છા અને પહેલ દ્વારા શક્ય છે.

LEAVE A REPLY

twenty − 14 =