India was the voice of the entire global southern region: Ruchira Kamboj

યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટીમાં ભારતનો બે વર્ષનો કાર્યકાળ 31 ડિસેમ્બરે પૂર્ણ થયો છે. આ અંગે યુનાઇટેડ નેશન્સમાં ભારતના કાયમી પ્રતિનિધિ રુચિરા કંબોજે જણાવ્યું હતું કે, ભારત આ બે વર્ષ દરમિયાન સમગ્ર વૈશ્વિક દક્ષિણ પ્રાંતનો અવાજ હતું. ભારત શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિના સમર્થનમાં રહ્યું છે. અમે અમારા વિચારોને મજબૂત કર્યા છે. અમે બહુપક્ષવાદ અને યુનાઇટેડ નેશન્સમાં સુધારાઓ માટે કટિબદ્ધ છીએ.

ન્યૂઝ એજન્સી-એએનઆઇ સાથેની ચર્ચામાં એમ્બેસેડર કંબોજે વધુમાં જણાવ્યું હતું કે, અમે સમગ્ર વૈશ્વિક દક્ષિણ પ્રાંતનો અવાજ ઉઠાવ્યો છે અને અમે બહુપક્ષવાદ, કાયદાનું શાસન અને નિષ્પક્ષ અને ન્યાયસંગત આંતરરાષ્ટ્રીય સીસ્ટમ સહિત બુનિયાદી સિદ્ધાંતો પ્રત્યે અમારી કટિબદ્ધતાને મજબૂત કરી છે. ભારતે ઓગસ્ટ-2021માં યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટીનું પ્રેસિડેન્ટ પદ સંભાળ્યું હતું.

રુચિરા કંબોજે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્ય યોગદાન પ્રદાન કરનાર દેશ તરીકે અમે શાંતિ-સુરક્ષા સંબંધિત મુદ્દાઓમાં પણ સક્રિયપણે ભાગ લઈશું. યુએન પીસકીપર્સ સામેના ગુનાઓ માટેની જવાબદારી સુનિશ્ચિત કરવા માટે ભારતના વિદેશ પ્રધાન દ્વારા આ જૂથની શરૂઆત કરવામાં આવી હતી.

1 ડિસેમ્બરે, ભારતે 2021-2022માં કાઉન્સિલના ચૂંટાયેલા સભ્ય તરીકે તેના બે વર્ષના કાર્યકાળ દરમિયાન બીજીવાર વખત યુનાઇટેડ નેશન્સનું પ્રમુખપદ સંભાળ્યું હતું. તેમણે કહ્યું કે ભારત હંમેશા આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનો અવાજ ઉઠાવશે. ભારતને લેન્ડલોક્ડ ડેવલપિંગ કન્ટ્રીઝના ગ્રુપ ઓફ ફ્રેન્ડસના સહ-અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે અને તે સમીક્ષા માટે રોડમેપ ચલાવવામાં મદદ કરશે.

તેમણે કહ્યું કે છેલ્લા બે વર્ષમાં અમે શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિના સમર્થનમાં વાત કરી હતી. અમે માનવતાના દુશ્મન એવા આતંકવાદ સામે અવાજ ઉઠાવવામાં અચકાયા નથી. જાન્યુઆરી 2021માં અમારા કાર્યકાળની શરૂઆતમાં જ, વિદેશ પ્રધાન એસ. જયશંકરે આતંકવાદના ભયનો વિશ્વાસપૂર્વક સામનો કરવા માટે યુનાઇટેડ નેશન્સ સમક્ષ આઠ મુદ્દાનો એક્શન પ્લાન રજૂ કર્યો હતો.

LEAVE A REPLY

sixteen + 10 =