(ANI Photo)

બેંગલુરુમાં G20 ડિજિટલ ઇકોનોમી વર્કિંગ ગ્રૂપ મિનિસ્ટર્સ મીટમાં વર્ચ્યુઅલ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે ભારત ડિજિટલ સોલ્યુશન્સના પરીક્ષણ માટેની આદર્શ પ્રયોગશાળા છે અને ભારતમાં સફળ થતાં સોલ્યુશન્સ વિશ્વમાં વિશ્વમાં ગમે ત્યાં સરળતાથી લાગુ કરી શકાય છે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારતનું ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૈશ્વિક પડકારો માટે વ્યાપક સુરક્ષિત અને સર્વસમાવેશી ઉકેલ ઓફર કરે છે. ભારત વૈવિધ્યસભર દેશ છે. આપણા દેશમાં  અનેક ભાષાઓ અને સેંકડો બોલીઓ છે. તે વિશ્વના દરેક ધર્મ અને અસંખ્ય સાંસ્કૃતિક પ્રથાઓનું ઘર છે. પ્રાચીન પરંપરાઓથી લઈને નવીનતમ ટેકનોલોજી સુધી ભારતમાં દરેક માટે કંઈક છે.

આ બેઠકમાં ભાગ લેનાર પ્રતિનિધિઓને વડાપ્રધાનને જણાવ્યું હતું કે ભારત તેનો અનુભવ વિશ્વ સાથે શેર કરવા તૈયાર છે. વિવિધતા સાથે ભારત ડિજિટલ સોલ્યુશન્સ માટે એક આદર્શ પરીક્ષણ પ્રયોગશાળા છે. ભારતમાં સફળ થતાં ડિજિટલ સોલ્યુશન્સ વિશ્વમાં ગમે ત્યાં સરળતાથી લાગુ કરી શકાય છે.

વડાપ્રધાને પ્રતિનિધિઓને માહિતી આપી હતી કે ભારતે હવે એક ઓનલાઈન ગ્લોબલ પબ્લિક ડિજીટલ ગૂડ્ઝ ડિપોઝિટરી ઈન્ડિયા સ્ટેક્સ બનાવ્યું છે. તેમણે ઇવેન્ટમાં ભાગ લેનારાઓને ડિજિટલ કૌશલ્યોની સીમા પરની સરખામણીની સુવિધા વિકસાવવા માર્ગરેખા તૈયાર કરવાનો તથા ડિજિટલ કૌશલ્ય પર વર્ચ્યુઅલ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવાનો અનુરોધ કર્યો હતો.

LEAVE A REPLY

10 − 9 =