Johnson & Johnson offers $8.9 billion to settle cancer claims
REUTERS/Mike Segar/Illustration -/File Photo/File Photo

આઇકોનિક બેબી પાવડર ટેલ્કમથી કેન્સર થયું હોવાના સંખ્યાબંધ કાનૂની દાવાની પતાવટ માટે જાયન્ટ ફાર્મા કંપની જોન્સન એન્ડ જોન્સને 8.9 બિલિયન ડોલરનું પેમેન્ટ કરવાની ઓફર કરે છે. જોકે કંપનીની આ દરખાસ્ત માટે નાદારી કોર્ટની મંજૂરી જરૂરી છે. J&Jએ જણાવ્યું હતું કે હજારો દાવેદાવારને 25 વર્ષમાં $8.9 બિલિયન ચુકવવામાં આવશે. દાવાની પતાવત માટે તેને J&J પેટાકંપની, LTL મેનેજમેન્ટની રચના કરી છે.

મે 2022માં કંપનીએ અમેરિકા અને કેનેડામાં ટેલ્કમ પાવડરનું વેચાણ બંધ કર્યું હતું. કંપનીના ટેલ્કમ પાવડરમાં એસ્બેસ્ટોસની હાજરીને કારણે અંડાશયનું કેન્સર થતું હોવાના આરોપ કરતાં હજારો કાનૂની દાવાની ચકાસણી પછી તેને ઓગસ્ટ 2022માં વૈશ્વિક સ્તરે આ પ્રોડક્ટનું વેચાણ બંધ કર્યું હતું. આ પછી તરત કંપનીએ જાહેરાત કરી હતી કે તે તેના તમામ બેબી પાવડર પ્રોડક્ટ માટે ટેલ્કમ પાવડરને બદલે કોર્નસ્ટાર્ચનો ઉપયોગ કરશે.

ભારતના મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને 2019માં તેના મુલુંડ પ્લાન્ટમાંથી લેવામાં આવેલા નમૂનાઓને “માનક ગુણવત્તાના નથી” તેવું જાહેર કર્યા પછી જોન્સન એન્ડ જોન્સનનું બેબી પાવડર ઉત્પાદન લાઇસન્સ રદ કર્યું હતું. જો કે, આ વર્ષની શરૂઆતમાં બોમ્બે હાઈકોર્ટે તે આદેશને રદ કર્યો હતો.

LEAVE A REPLY

5 × 3 =