જૈન અને હિંદુ ઓર્ગન ડોનેશન એલાયન્સ (JHOD) એ લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) સાથે 3 ડિસેમ્બરના રોજ યોજેલા મેડિકલ કેમ્પમાં લિવિંગ કિડની ડોનેશનના મહત્વ પર પ્રકાશ પાડી જાગૃતી લાવી હિંદુ સમુદાયમાંથી વધુ લિવિંગ કિડની દાતાઓની સતત તાકીદની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. આ કેમ્પમાં ઉપસ્થિત 200 લોકોએ સામાન્ય આરોગ્યની સ્થિતિઓ વિશે વધુ માહિતી મેળવી હતી અને અંગ દાન વિશે મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછ્યા હતા.

એશિયન સમુદાયના દાતાઓની અછતને કારણે હિંદુ દર્દીઓ સહિત, એશિયન દર્દીઓને સામાન્ય રીતે અંગ માટે સામાન્ય વસ્તીની સરખામણીમાં વધુ રાહ જોવી પડે છે. પરંતુ લીવીંગ કિડની ટ્રાન્સપ્લાન્ટના કારણે તે તકલીફ ઓછી કરી શકાય છે. કીડની ટ્રાન્સપ્લાન્ટની રાહ જોતાં વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિના લોકોની સંખ્યા માર્ચ 2023માં વધીને 2,237 થઈ છે.

એલસીએનએલના પ્રમુખ મીનાબેન જસાણીએ જણાવ્યું હતું કે “મને આનંદ છે કે LCNL અને JHOD એ જીવંત દાનને પ્રોત્સાહન આપવા માટે ભાગીદારી કરી રહ્યું છે.”

JHOD ના અધ્યક્ષ અને કિડની દાનમાં મેળવનાર કિરીટ મોદીએ, MBEએ અમે રોયલ ફ્રી હોસ્પિટલ સાથે પ્રોજેક્ટ ચલાવીએ છીએ જે હિન્દુ, જૈન અને અશ્વેત દર્દીઓને વન ટૂ વન સહાય પૂરી પાડે છે. હું હિન્દુઓ અને જૈનોને યુકેમાં લિવિંગ કીડની ડોનેશન વિશે વધુ જાણવા અને કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહેલા પ્રિય પરિવારના સભ્યો અને મિત્રોના જીવનમાં પરિવર્તન લાવવા માટે પ્રોત્સાહિત કરું છું.

એલસીએનએલના એક્ઝિક્યુટિવ કમિટી સભ્ય અને 2023 એલસીએનએલ મેડિકલ કેમ્પના કન્વીનર પ્રોફેસર ભીખુ કોટેચા, કન્સલ્ટન્ટ ઇએનટી સર્જન અને JHOD ના સેક્રેટરી અને રોયલ ફ્રી ખાતેના લીવિંગ  કિડની દાતા પ્રફુલા શાહે પ્રસંગીક પ્રવચન કર્યું હતું.

LEAVE A REPLY

5 + fifteen =