દીવ કડિયા જ્ઞાતિ સમાજ યુકે (DKNS-UK) દ્વારા સંસ્થાની સ્થાપનાનું 10મું વર્ષ પૂર્ણ થયું તે પ્રસંગે દિવાળી 2023ની ઉજવણી, હેરો લેઝર સેન્ટર ખાતે મોટા મંચ પર કરવામાં આવી હતી. DKNS-UKની 10મી વર્ષગાંઠની ઐતિહાસિક ક્ષણની ઉજવણી કરવા સુંદર સુશોભન, ફુગ્ગાની ભવ્ય કમાન, વાઇબ્રન્ટ કલર, બ્રાઇટ લાઇટ્સ, મસ્તી, લાઇવ બેન્ડ, શાનદાર પરફોર્મન્સ અને ટેબલ સર્વિસ 3 કોર્સ ફેસ્ટિવ ડિનરનું આયોજન કરાયું હતું. રસ મલાઈ, ફરેરો રોશર કેક, ઈન્ડો-પંજાબી મેનૂ અને પાન મસાલાનો સ્વાદ સૌને મઝા કરાવી ગયો હતો.

તો એક્સ્ટ્રાવેગેન્ઝા ઉત્સવની ખાસ યાદોને જીવનભર કેપ્ચર કરવા માટે ફોટોગ્રાફરોએ ફ્લેશીસ ઝબકાવી હતી. કમલ અને પાયલની આગેવાની હેઠળના તમામ કલાકારોએ મનોરંજન કરાવ્યું હતું. આ પ્રસંગે સમાજનો લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

DKNS સમુદાયની અખંડિતતા અને ભાવના દર્શાવતી “રંગોળી” રજૂ કરાઇ હતી. શિક્ષણ, રમતગમત અને સંસ્કૃતિમાં સિદ્ધિ મેળવવા બદલ દરેક વિદ્યાર્થીને પુરસ્કાર અપાયા હતા. તો સૌએ રેફલ ડ્રો દ્વારા આકર્ષક 10 ઈનામો માટે લોકોએ લક અજમાવ્યુ હતું.

આ પ્રસંગે જોડાયેલા સૌ જ્ઞાતિજનો, સ્વયંસેવકો, કલાકારો, પ્રાયોજકો/દાતાઓનો આભાર વ્યક્ત કરાયો હતો.

LEAVE A REPLY

thirteen − ten =