Lyca Mobile's Aliraja Subaskaran in a £106 million tax dispute

કન્ઝર્વેટિવ પાર્ટીના ટોચના દાતાઓમાંના એક અને બોરિસ જૉન્સનને સમર્થન આપનાર લાઇકામોબાઇલ ટાયકૂન અલીરાજાહ સુબાસ્કરન £106 મિલિયનના ટેક્સ વિવાદમાં સપડાયા છે અને ઓડિટ ‘અનિયમિતતાઓ’ પર પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે.

કંપનીના યુકેના બિઝનેસને PKF લિટલજોનના ઓડિટર્સ દ્વારા અસામાન્ય “ડિસ્ક્લેઇમર્સ ઓફ ઓપીનીયન”નો ચુકાદો જારી કરાયો છે. ઓડિટર્સે જણાવ્યું હતું કે લાયકામોબાઇલ યુકે લી. દ્વારા શ્રી સુબાસ્કરન અને તેમના પત્ની પ્રેમંદર્ષિની સુબાસ્કરનને આપવામાં આવેલી £18 મિલિયનની લોન બાબતના “પૂરતા યોગ્ય ઓડિટ પુરાવા મેળવવામાં અસમર્થ” રહ્યા હતા. આ ઉપરાંત બાકીના વધુ £169 મિલિયનના દેવાની પણ ચકાસણી કરી શકાતી નથી.

કંપની HM રેવન્યુ અને કસ્ટમ્સ સાથેના વિવાદમાં VAT, દંડ અને વ્યાજ પેટે £105.5 મિલિયન ચૂકવવા પડે તેવો અંદાજ છે અને આગામી 12 મહિનામાં તેનો ઉકેલ આવે તેમ નથી.

લાયકા મોબાઇલની સ્થાપના શ્રી સુબાસ્કરન દ્વારા 2006માં કરાઇ હતી, જે યુકે અને વિદેશમાં કૉલ કરવા માંગતા લોકોને સસ્તા પે-એઝ-યુ-ગો સિમ કાર્ડ્સમાં વિશેષતા ધરાવે છે. તેના 16 મિલિયનથી વધુ ગ્રાહકો છે અને દર બે સેકન્ડે એક નવા ગ્રાહક તેમાં જોડાય છે તેવો દાવો કરે છે. શ્રી સુબાસ્કરનની નેટવર્થ 2018માં £170 મિલિયન અંદાજાઇ હતી. તેમણે 2011 અને 2016 વચ્ચે કન્ઝર્વેટિવ પાર્ટીને £2 મિલિયન કરતાં વધુનું દાન આપ્યું હતું.

પીકેએફ લિટલજોને ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તો લાયકા ગ્રૂપના પ્રતિનિધિઓએ જવાબ આપ્યો ન હતો.

LEAVE A REPLY

sixteen + five =