ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ‘મેક ઈન ઈન્ડિયા’ અભિયાન શરૂ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે  દેશના ધનિકોને ‘વેડ ઈન ઈન્ડિયા’, એટલે કે વિદેશ જઈ લગ્ન કરવાને બદલે ભારતમાં જ લગ્ન કરવાનો અનુરોધ કર્યો હતો. ઉત્તરાખંડ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધતા વડાપ્રધાન મોદીએ દેશના શ્રીમંત ઉદ્યોગપતિઓને તેમના પરિવારમાંથી ઓછામાં ઓછાં એક વ્યક્તિના લગ્ન ઉત્તરાખંડમાં યોજવા અપીલ કરી હતી

વડાપ્રધાને જણાવ્યું હતું કે, કરોડપતિ અને અબજોપતિ પરિવારોમાં વિદેશમાં જઈ ડેસ્ટિનેશન વેડિંગ કરવાની ફેશન ઘણી પ્રચલિત બની છે. ‘લગ્નો સ્વર્ગમાંથી જ નક્કી થતા હોય છે’ એ કહેવતનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, જો લગ્નો સ્વર્ગમાંથી નક્કી થઈ જતાં હોય તો આજના યુવાનો દેવભૂમિ (ઉત્તરાખંડ)માં આવીને લગ્ન કરવાને બદલે શા માટે વિદેશ જઈ લગ્ન કરે છે. યુવા ધનિક યુગલોને મારું સૂચન છે કે તેઓ ‘મેડ ઈન ઈન્ડિયા’ની જેમ જ ‘વેડ ઈન ઇન્ડિયા’નું અભિયાન ચલાવે.

 

LEAVE A REPLY

eighteen + 2 =