પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકામાં ઓપિઓઇડ એન્ડિમિકના ચકચારી કેસમાં અમેરિકાના વર્જિનિયા રાજ્યના એટર્ની અને બાકીની બે ફાર્મા કંપનીઓ વચ્ચે 161.5 કરોડ ડોલરનું કામચલાઉ સેટલમેન્ટ થયું છે. ઓપિઓઇડ મહામારીના અંગે સાત સપ્તાહ લાંબી કોર્ટ કાર્યવાહીમાં અંતિમ દલીલો ચાલુ થાય તે પહેલા આ પતાવટની એટર્ની જનરલ પેટ્રિક મોરિસે બુધવારે જાહેરાત કરી હતી. આ કેસ અફીણની બનેલી દવાના વધુ પડતા ડોઝ કે દુરુપયોગથી થયેલા મોત અંગે સંકળાયેલો છે.

ફાર્મા કંપની ટેવા ફાર્માસ્યુટિકલ્સ અને એબીવી એલેર્જન અને સહયોગી કંપનીઓ સામેના રાજ્યના દાવાની કોર્ટમાં સુનાવણી થઈ રહી હતી ત્યારે એનર્ટીએ આ જાહેરાત કરી હતી. રાજ્યના વકીલની આ જાહેરાતને પગલે જજ પણ કાર્યવાહીને મોકૂફ રાખવા સંમત થયા હતા. આનાથી આગામી સપ્તાહોમાં તમામ પક્ષકારો સંપૂર્ણ સેટલમેન્ટની સમજૂતી કરી શકશે. આ સેટલમેન્ટની કોઇ નાણાકીય વિગત આપવામાં આવી નથી.

એનર્ટીી મોરીસે જણાવ્યું હતું હતું અમે ઘણા આશાવાદી છીએ. આ કેસની સુનાવણી 4 એપ્રિલે ચાલુ થઈ હતી. સરકારના દાવામાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે કંપનીઓએ ઓપિઓઇડના ઉપયોગથી તેના બંધાણી થવાય છે તેના જોખમની પૂરતી વિગતો આપી ન હતી અને માત્ર લાભ ગણાવ્યા હતાા. વેસ્ટ વર્જિનિયાએ જોન્સન એન્ડ જોન્સનની પેટાકંપની જેનસેન ફાર્મા સાથે ગયા મહિને 9.9 કરોડ ડોલરમાં સેટલમેન્ટ કર્યું હતું. રાજ્યમાં ઓપિઓઇડ કટોકટી ઊભી કરવાના આ કંપની પર આરોપ હતો. આ દવાના વધુ પડતાં ઉપયોગથી અનેકના મોત થયા હોવાનો અંદાજ છે. આ કેસની સુનાવણી થાય તે પહેલા મોરિસની ઓફિસે એન્ડો હેલ્થ સોલ્યુશન નામની કંપની સાથે 2.6 કરોડ ડોલરના સેટલમેન્ટની જાહેરાત કરી હતી. ઓપિઓઇડ મહામારીના સંદર્ભમાં રાજ્ય, સ્થાનિક સરકારો, નેટિવ અમેરિકન આદિવાસી, હોસ્પિટલ અને બીજા એકમોએ આશરે 3,000 દાવા માડેલા છે.