Portugal's health minister resigns over Indian pregnant woman's death
પોર્ટુગલના આરોગ્ય પ્રધાન માર્ટા ટેમિડો (Photo by TOBIAS SCHWARZ/AFP via Getty Images)

ભારતીય પ્રેગનેન્ટ મહિલાનું મોત થતા પોર્ટુગલના આરોગ્ય પ્રધાન માર્ટા ટેમિડોએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. હોસ્પિટલના પ્રસૂતિ વોર્ડમાંથી મહિલાને બહાર લાવ્યા પછી તેમનું મોત થવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા પ્રધાને આ નિર્ણય કર્યો હતો.

ઇમર્જન્સી ઓબ્સેટટ્રિક સર્વિસ હંગામી ધોરણે બંધ કરવાના નિર્ણય તથા હોસ્પિટલો વચ્ચે ટ્રાન્સફર દરમિયાન ગર્ભવતી ભારતીય મહિલાના મોતને પગલે આરોગ્યપ્રધાનની આકરી ટીકા થઈ હતી.
મીડિયા રીપોર્ટ મુજબ કે લિસ્બનની હોસ્પિટલમાંથી 34 વર્ષના ભારતીય મહિલાને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવી

રહ્યા હતા ત્યારે હાર્ટ અટેક આવવાથી તેમનું મોત થઈ ગયું હતું, પ્રધાન માર્ટા ભારતીય પ્રેગનેન્ટ મહિલાના મોતની ઘટનાથી ઘણાં વ્યથિત થયા હતા, લિસ્બનનમાં બનેલી ઘટનાની વિગતો સામે આવ્યાના 5 જ કલાકમાં પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું હતું.

એક રીપોર્ટ મુજબ હોસ્પિટલમાં પ્રસવ વિભાગમાં સ્ટાફની અછતના કારણે આ દુર્ઘટના બની હતું.બીજી તરફ પોર્ટુગલ સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે કે માર્ટા ટેમિડો વર્ષ 2018માં પ્રધાનમંત્રી બન્યા હતા અને તેમણે કોરોના કાળમાં પોર્ટુગલમાં આરોગ્ય વ્યવસ્થાઓને સારી બનાવવા અને સુવિધાઓને વધારવા માટે મહત્વની કામગીરી કરી હતી.

LEAVE A REPLY

nineteen − seven =