Ravi Kishan as Osho Rajneesh
ANI Photo)
હિન્દી અને ભોજપુરી સિનેમાના જાણીતા અભિનેતા રવિકિશનની નવી ફિલ્મ ‘સિક્રેટ એફ લવ’ સિનેમાહોલના બદલે હવે સીધી OTT પ્લેટફોર્મ પર રીલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં રવિકિશન બહુ ચર્ચિત ગુરુ આચાર્ય રજનીશ ઉર્ફે ઓશોનું પાત્ર ભજવશે. તેની આવી કેટલીક તસવીરો વાઇરલ થઇ છે, જેમાં રવિકિશન ઓશોના જેવા જ પોષાકમાં જોવા મળી રહ્યો છે. ઓશોના જીવન-કવન પર બનેલી આ ફિલ્મ વિશે જણાવતા દિગ્દર્શન રીતેશ એસ. કુમારે કહ્યું કે, “ઓશોના જીવન વિશે ફિલ્મ બનાવવી ખૂબ જ અઘરી હતી. આ ફિલ્મમાં શ્રોતાઓને તેમના જીવનની ઘણી એવી ઘટના વિશે જાણવા મળશે જેના વિશે અત્યાર સુધી ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ ફિલ્મ તેમના પ્રવચન કે શિબિરો સુધી મર્યાદિત નથી પરંતુ આ ફિલ્મ તેમના જીવનના સૌથી મોટા દર્શન જ્ઞાન અને તેમના જીવન વિશે પરદો ઊંચકશે.” આ ફિલ્મ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.

LEAVE A REPLY

one × 1 =