Reliance Jio Platforms to buy US company Mimosa for $60 million
. (ANI Photo)

બિલિયોનેર મુકેશ અંબાણીના વડપણ હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકીની ટેલિકોમ કંપની જિયો પ્લેટફોર્મ તેની 5G અને બ્રોડબેન્ડ સર્વિસને મજબૂત કરવા માટે યુએસ સ્થિત કોમ્યુનિકેશન્સ ઇક્વિપમેન્ટ કંપની મિમોસા નેટવર્ક્સને 60 મિલિયન ડોલરમાં ખરીદશેએમ રિલાયન્સે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું. 

આ ટ્રાન્ઝેક્શન  જિયો પ્લેટફોર્મની સંપૂર્ણમાલિકીની પેટાકંપની રેડિસિસ કોર્પોરેશનઅને એરસ્પાન નેટવર્ક્સ હોલ્ડિંગ્સ વચ્ચેના સોદા મારફત થશે. એરસ્પાન નેટવર્કમાં રિલાયન્સ જિયો ઇન્ફોકોમ યુએસએ શેરહોલ્ડર છે.  

મીમોસાના પોર્ટફોલિયોમાં WiFi 5 અને નવી WiFi 6E ટેક્નોલોજી પર આધારિત પોઈન્ટ-ટુ-પોઈન્ટ અને પોઈન્ટ-ટુ-મલ્ટિ-પોઈન્ટ પ્રોડક્ટ્સ તેમજ PoE ઈન્જેક્ટર જેવી સંબંધિત એક્સેસરીઝનો સમાવેશ થાય છે. 

આ ટ્રાન્ઝેક્શન ડેટ-ફ્રી અને કેશ ફ્રીના આધારે થશે. આ અધિગ્રહણ બાદ જિયો 5જી એક્સપાન્શનનો પ્લાન ઝડપથી આગળ વધારશે. કંપનીના જણાવ્યા અનુસાર મિમોસાનું અધિગ્રહણ જિયોની લીડરશીપ અને ઈનોવેશનને આગળ લઈ જશે. કંપનીનું ફોકસ ટેલિકોમ નેટવર્ક પ્રોડક્ટ્સ અને ગ્રાહકો સુધી ક્વૉલિટી પહોંચાડવા પર રહેશે. જિયોએ પહેલા પણ દેશના અનેક ભાગોમાં 5જી સેવા લોન્ચ કરી દીધી છે 

LEAVE A REPLY

18 + eleven =