રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફોરેકસ માર્કેટમાં અચાનક જ ટ્રેડીંગમાં આવી પડેલા વિક્ષેપ અને તેના કારણે ડોલર સામે રૂપિયો 83.50ની ઐતિહાસિક સૌથી નીચી સપાટીએ પહોંચતા તપાસના આદેશ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, શુક્રવારે ટ્રેડિંગ દરમિયાન કેટલાક સોદા પડવા બંધ થઇ ગયા હતા અને ક્યાંક ટ્રેડીંગ જ બંધ થઇ ગયું હતું. આ સ્થિતિ માનવીય ભૂલ કે પછી કોઈ અન્ય કારણોસર આવી છે કે નહીં તે જાણવા માટે રિઝર્વ બેંકે તપાસના આદેશ આપ્યા હતા.
દરમિયાન, ફેડરલ રિઝર્વના વ્યાજ દર જરૂર પડે વધારવામાં આવશે એવા નિવેદન બાદ શુક્રવારે ડોલર સામે રૂપિયો પાંચ પૈસા નબળો પડી 83.34ની નીચી સપાટીએ બંધ થયો હતો. સૂત્રોએ કહ્યું હતું કે, 83.50 પછી રીઝર્વ બેંકે ડોલર વેચવાનું શરુ કરતા રૂપિયાને મદદ મળી. બીજી તરફ બજારમાં ધારણા છે કે ડોલરની વધી રહેલીમાંગના કારણે રૂપિયો હજુ પણ ઘટાડાના દબાણમાં જોવા મળશે.

LEAVE A REPLY