ઈઝરાયેલ અને હમાસ વચ્ચે અત્યારે ચાલી રહેલા યુદ્ધની નકારાત્મક અસર સૌરાષ્ટ્રના હીરાઉદ્યોગ પર પડી છે. આ યુદ્ધથી હીરાઉદ્યોગમાં આવેલી મંદીના કારણે જુનાગઢ જિલ્લાના વિસાવદર સહિત વિવિધ વિસ્તારોમાં હીરાના કારખાનાઓમાં એક મહિનાનું વેકેશન રાખવું પડ્યું છે. વિસાવદર તાલુકામાં કૃષિ સાથે હીરા ઉદ્યોગ સૌથી મોટો ઉદ્યોગ છે. ખેતીવાડીમાં ટૂંકી જમીન સાથે હીરા ઉદ્યોગ દ્વારા અનેક પરિવારોને રોજગારી પૂરી પાડે છે.

વિસાવદર તાલુકામાં 60થી 70 નાના મોટા હીરા ઉદ્યોગના કારખાના છે. જેમાં આશરે 4000થી વધુ રત્ન કલાકારો રોજગારી મેળવે છે. આ અંગે વિસાવદર ડાયમંડ એસોસિએસશના પ્રેસિડેન્ટ વિજયભાઈ રીબડીયાએ જણાવ્યું હતું કે, અત્યારે હીરા બજારમાં પરિસ્થિતિ વધારે ખરાબ છે. જેના કારણે કારખાનાઓની સ્થિતિ સારી નથી. હીરા બજારનું ભવિષ્ય ઇન્ટરનેશનલ માર્કેટ ઉપર આધારિત હોય છે. ઇઝરાયેલમાં યુદ્ધના માહોલ પછી મોટી અસર થઈ છે. દિવાળી વેકેશન સામાન્ય રીતે 20 દિવસનું હોય છે પરંતુ તે એક મહિનાથી વધુ લંબાઈ શકે છે. પરિસ્થિતિ ક્યારે સુધરશે એની ચિંતા તો હશે જ, કારખાનાઓ વહેલા શરૂ નહીં થાય તેવો દરેકને ડર સતાવી રહ્યો છે. ૧૦ ડિસેમ્બર પછી ફરી કારખાના શરૂ થાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

19 − five =