બે યુરોપિયન એરલાઇન્સે મોસ્કો જવા માટે બેલારુસ પરથી જવાનું ટાળવા માટે આયોજન કરતા રશિયાએ તે બંનેને પ્રવેશ આપવાનો ઇન્કાર કર્યો છે.
રશિયાએ તેમના પ્રવેશને અટકાવતા એર ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયન એરલાઇન્સ બંનેએ તેમની સર્વિસ રદ્ કરી છે.
રવિવારે મિન્સ્કમાં રયાન એરના એક વિમાનને ઉતરવા માટે મજબૂર કરવામાં આવ્યા પછી યુરોપિયન યુનિયનના નેતાઓએ યુરોપિયન ફ્લાઇટ્સને આ અઠવાડિયે બેલારુસની હવાઇ સીમામાં ન જવા જણાવ્યું હતું. બેલારુસના અસંતુષ્ટ પત્રકાર રોમન પ્રોટેસેવિત અને તેની મિત્રની ત્યારે ધરપકડ કરવામાં આવી હતી.
યુનાઇટેડ નેશન્સની સિવિલ એવિએશન એજન્સીએ જણાવ્યું હતું કે, તેઓ બેલારુસની કાર્યવાહીમાં સત્ય શોધક તપાસ શરૂ કરશે, અને તેમણે આંતરરાષ્ટ્રીય વિમાનન કાયદાઓનું કોઇ ઉલ્લંઘન કર્યું છે કે, નહીં તેની પણ તપાસ કરશે. રશિયા બેલારુસનું એક મજબૂત સાથી છે.
વિશિષ્ટ ફ્લાઇટ્સ પર પ્રવેશના પ્રતિબંધનો નિર્ણય ક્રેમલિન તરફથી રાજદ્વારી ઘર્ષણનું પ્રથમ પગલું છે. જર્મન એરલાઇન્સ-લુફ્થાંસા અને પોલીશ એરલાઇન-લોટ સાથે સંકળાયેલી અન્ય ફ્લાઇટ્સ સમયસર આવી હતી. રશિયાએ આ આ કાર્યવાહી પર હજુ સુધી કોઇ ટિપ્પણી કરી નથી.
યુરોપિયન યુનિયન અને યુકે દ્વારા બેલારુસની એરલાઇન્સ પર પોતાની હવાઇ સીમામાંથી ઉડવાનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને જણાવ્યું હતું કે, લુકાશેંકો અને અન્ય સીનિયર અધિકારીઓ પર સામે વધુ પ્રતિબંધ મુકાશે. સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, યુરોપિયન હવાઇ સીમામાં પ્રતિબંધને કારણે બેલારુસની એરલાઇન-બેલાવિયાને 30 ઓક્ટોબર સુધી પોતાના 12 રૂટ્સ રદ્દ કરવા પડ્યા છે. જે રુટ્સને અસર થઇ છે તેમાં એમ્સર્ડમ, બાર્સેલોના, બર્લિન, બ્રસેલ્સ, ફ્રેંકફર્ટ, હેનોવર, કેલિનિનગ્રાડ, મિલાન, મિનિચ, રોમ, વિયેના અને વાર્સોવનો સમાવેશ થાય છે.
યુરોપિયન એરલાઇન્સ દ્વારા બેલારુસની હવાઇ સીમાનો ઉપયોગ ન કરવાથી બેલારુસને ઓવરફ્લાઇટ ફીમાં વર્ષે મિલિયન ડોલર્સનું નુકસાન થશે.