Sadhguru: Isha Foundation If thinking power, ingenuity prevails, it will scatter everyone

આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ કે જ્યારે માનવીય વિચારશક્તિ, સમજ કે બુદ્ધિને તેના ઇરાદાપૂર્ણ લક્ષ્યપૂર્તિની તુલનાએ અપ્રમાણસર કામગીરી – ભૂમિકા સોંપાઇ છે. મગજના આવા એકતરફી પાસાના વિકાસના કારણે આમ છે અને તેમાં આધુનિક શિક્ષણનું પ્રોત્સાહન ભળેલું છે.

એક વાત યાદ રાખવી રહી કે આ જગતમાં માનવીય અસ્તિત્વ માટે વિચારશક્તિ – સમજ – ચાતુર્ય નિર્ણાયક છે. તમારી વિચારશક્તિ – સમજ સક્રિય હોવાથી જ તમે કોઇ વ્યક્તિને પારખી શકો છો. ઘણા જટિલ અને નાજુક તબક્કે માનવીય બુદ્ધિજીવિતાએ નાગરિક સંસ્કૃતિને અસાધારણ યોગદાન આપેલું છે.

પરંતુ આ બુદ્ધિજીવિતાની લાક્ષણિકતા ગુણધર્મ કે મૂળભૂત તત્વને વિભાજીત કરે છે તે મોટી સમસ્યા છે. આ જ કારણે માનવસમાજ જથ્થાબંધ પક્ષપાત, ભાગલાની મુસાફરીએ નીકળેલો છે. લોકોએ બધી જ ચીજવસ્તુઓના એટલી હદે ભાગલા પાડી દીધા છે કે જોઈ નહીં શકાતા અણુ પરમાણુ પણ ભાગલાથી બાકાત નથી. તમે પોતાની વિચારશક્તિ – સમજને જીવન ઉપર વર્ચસ્વ જમાવવા દો છો તે પછી તે તમારા ભાગલા પાડે છે. સમજ વિચારશક્તિના ભાગલા પાડે છે. સમજ – વિચારશક્તિનો પ્રભાવ તમને કે કશાને પણ સર્વાંગસંપૂર્ણ – અખંડ રાખવા દેતો નથી. વિચારશક્તિ – સમજ – બુદ્ધિ અસ્તિત્વ માટેનું અનોખું સાધન – આડશ છે જે તમારા અને જીવનના એકાકારના તમારા અનુભવ વચ્ચે આડું આવે છે.

આવી સ્થિતિને નિર્મૂળ કરવા ભયપ્રદ રીતે ગેરમાર્ગે દોરતું આધ્યાત્મિક પ્રશિક્ષણ પણ ફેશન બની ગયું છે જેમાં એક સામાન્ય છે, પળને જીવી લો કે રહો. જો તમે ઇચ્છો તો બીજે ક્યાંક જઇ શકો ખરા તેવી ધારણા શક્ય છે? વર્તમાન જ એક એવી સ્થિતિ – સ્થળ છે કે જ્યાં તમે હોઇ શકો. જો તમે મરી જાઓ તો પણ તમે આ પળમાં જ મરો છો તો પછી તમે પ્રયાસ કરો તો પણ તમે ક્યાંથી છટકી શકવાના.

માત્ર ને માત્ર તમારું મગજ ભૂતકાળ અને ભવિષ્યના પ્રોજેક્ટની મુસાફરી કરી શકે છે અને તે ખોટું પણ શા માટે નથી? જો તમે તમારા મગજને ઓળખી ના શક્યા હો અથવા તમે મગજથી જ ઓળખાતા હો તો તમારું મગજ તો લાખો વર્ષ પહેલાંનું અને લાખો વર્ષ પછીનું પણ વિચારી શકે છે. મગજની આ જ અદભુત લાક્ષણિકતા છે. હાલની પળે તમારી સમસ્યા તે છે કે તમે દસ વર્ષ પહેલાં શું વેઠ્યું અને આવતી કાલે શું થશે તે વિચારો છો પરંતુ આ બંને જીવંત સત્ય નથી. આવા વિચારો ફક્ત તમારી યાદશક્તિ અને કલ્પનાશક્તિનું નાટક છે, જે ભજવાતું રહે છે.

આનો અર્થ એવો નથી કે તમારે તમારા મગજનું અસ્તિત્વ જ મિટાવી દેવું. તમારે તમારા મગજ ઉપર કાબૂ મેળવવાનો છે. તમારું મગજ અસાધારણ અને યાદશક્તિ સંગ્રહ અને કાલ્પનિક શક્યતાઓનો ભંડાર ધરાવે છે. આ બધું લાખો વર્ષ ક્રાંતિકારી પરિવર્તન પ્રક્રિયાનું પરિણામ છે. તમે ઇચ્છો ત્યારે તમારા મગજનો ઉપયોગ અને જ્યારે ના જરૂર હોય ત્યારે મગજને કોરાણે મૂકી શકો તો તમારું મગજ અદભુત સાધન – માધ્યમ છે. જે લોકોએ આ અદભુત માધ્યમનું નિયંત્રણ ગુમાવ્યું છે તેવા લોકો તમને ભૂતકાળ ભવિષ્યને ભૂલી વર્તમાનમાં રહેવા જણાવે છે કે વાસ્તવિકતા અસ્તિત્વમાં જ છે તેને માનસિક નિયંત્રણ તરીકે તમને અપાય છે. ,એક સમયે એક કામ કરો તે બીજું જાણીતું પ્રશિક્ષણ છે. મગજ બહુવિધ કાર્યરત ગેજેટ – સાધન તરીકે ઉપલબ્ધ અને તમામ પ્રવૃત્તિ એક સમયે એક સાથે કરી શકાતી હોય તો તમારે એક સમયે એક જ કામ કેમ કરવાનું? તમે માનસિક પ્રવૃત્તિનો અનેરો આનંદ માણી શકતા હો તો પછી તમે મગજવિહોણા થવાનું કેવી રીતે અને શા માટે પસંદ કરો?

યોગવિજ્ઞાન બંધક – ગુલામ બનાવ્યા વિના તમને વિચારશક્તિ – સમજ પામવાનો માર્ગ બતાવે છે. જો તમે વિચારશક્તિ – સમજને તમારી સ્મૃતિના સાગરમાં ઉંડે ઉંડે ડુબાડશો તો જ તે અવરોધ બનશે. તમારું મગજ ભૂતકાળનું બંધક બન્યું તો

તમારા જીવનમાં નવું કશું શક્ય બનશે નહીં.

જો તમે તમારી સમજ – વિચારશક્તિને જાગૃતિ અથવા ચિત્તમાં ડૂબાડશો તો તે મુક્તિનું અદભુત માધ્યમથી બની રહેશે અને આવી તીક્ષ્ણ વિચારશક્તિ તમને જીવનનો અનેરો અદભુત વળાંક આપશે.

Isha Foundation

LEAVE A REPLY

3 × 2 =