Scoot Airlines flight took off 5 hours ago
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

પંજાબના અમૃતસરના શ્રી ગુરુ રામદાસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવાર, 18 જાન્યુઆરીએ સિંગાપોરની સ્કૂટ એરલાઇન્સનું એક વિમાન તેના નિર્ધારિત સમયથી ૫ કલાક પહેલાં જ ઉડાન ભરી જતાં હોબાળો મચી ગયો હતો. તેનાથી ૩૫ મુસાફરો એરપોર્ટ પર જ રઝળી પડ્યાં હતાં. આ દરમિયાન સિંગાપોર અને ઓસ્ટ્રેલિયા જવા માગતા યાત્રીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. બજેટ કેરિયર સ્કૂટે અમૃતસરથી સિંગાપોર સુધીની ફ્લાઈટના રિશેડ્યૂલને કારણે થયેલી અસુવિધા માટે માફી માંગી હતી.  

સ્કૂટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફ્લાઇટ 18 જાન્યુઆરીના રોજ બપોરે 3:45 વાગ્યે અમૃતસરથી પ્રસ્થાનને અસર કરતી પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે મૂળ પ્રસ્થાનના સમયને બદલે ફરીથી નિર્ધારિત કરવામાં આવી હતી. 

સ્કૂટ એરલાઇન્સનું આ વિમાન સિંગાપોર માટે સાંજના 7:55 વાગ્યે અમૃતસરથી ઉડાન ભરવાનું હતું. જોકે બુધવારે ૩૫ યાત્રી એરપોર્ટ પહોંચ્યા તો જાણ થઈ કે આ વિમાન બપોરના સમયે ઉડાન ભરી ચૂક્યું હતું. આ મામલે હોબાળો કરવા છતાં મોટી રાત સુધી યાત્રીઓ એરપોર્ટ પર જ રઝળતાં રહ્યા હતા. તેમણે કહ્યું કે અમને એરલાઈન્સ તરફથી કોઈ માહિતી અપાઈ ન હતી. યાત્રી બલવિંદરે કહ્યું હતું કે એરલાઇન્સનો એક મેસેજ આવ્યો હતો કે ફ્લાઈટ નક્કી સમયે સાંજના 7:55 વાગ્યે ઉડાન ભરશે. પણ અહીં આવ્યા તો જાણ થઈ કે તે ઉડાન ભરી ચૂક્યું હતું. આ મામલો ધ્યાને આવતા જ ડીજીસીએએ તપાસના આદેશ આપી દીધા હતા. 

LEAVE A REPLY

13 + 3 =