પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકાના અલાબામા રાજ્યના સેલમા ખાતે શનિવારે ગુરુદ્વારાની બહાર શીખ કીર્તન ગ્રુપના સંગીતકાર (રાગી)ની ગોળી મારીને હત્યા કરાઈ હતી. રાજ સિંહ (29) ઉર્ફે ગોલ્ડી ઉત્તરપ્રદેશના બિજનૌર જિલ્લાના ટાંડા સાહુવાલા ગામનો વતની હતા અને  તે દોઢ વર્ષથી આ ગ્રૂપ સાથે યુએસમાં હતાં

ગુરુદ્વારાની અજાણ્યા હુમલાખોરોએ તેમને પેટમાં ગોળી મારી હતી. સિંઘની હત્યા પાછળનો ચોક્કસ હેતુ જાણી શકાયો ન હતો, પરંતુ પરિવારનું માનવું છે કે તે આ હેટ ક્રાઇમનો કેસ હોઈ શકે છે. પરિવારે વડાપ્રધાન મોદીને પત્ર લખીને તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ભારત પરત લાવવાની વિનંતી કરી હતી.

આ મહિનામાં આ પ્રદેશમાં ભારતીય મૂળની વ્યક્તિની આ બીજી હત્યા છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં ગુજરાતી મૂળના અમેરિકન હોટેલિયર 76 વર્ષીય પ્રવિણ રાવજીભાઈ પટેલની ગોળી મારીને હત્યા કરાઇ હતી. જુલાઈ 2019માં કેરળના 30 વર્ષીય વિદ્યાર્થી નીલ કુમારની અલાબામામાં લૂંટના પ્રયાસમાં પોઈન્ટ-બ્લેન્ક રેન્જથી ગોળી મારીને હત્યા કરાઈ હતી.

LEAVE A REPLY

4 × 1 =