દિલ્હીના એક હત્યા કેસમાં ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ સુશીલ કુમારની દિલ્હી પોલીસે રવિવારે ધરપકડ કરી હતી. (PTI Photo/Atul Yadav)**EDS: FILE PHOTO**

દિલ્હીના એક હત્યા કેસમાં ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ સુશીલ કુમારની દિલ્હી પોલીસે રવિવારે ધરપકડ કરી હતી. સુશીલ કુમારની સાથે તેના સાથીદાર અજય કુમાર ઉર્ફે સુનિલની પણ ધરપકડ કરવામાં આવી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

આ કેસ ચાર મે 2021નો છે, જેમાં છત્રસાલ સ્ટેડિયમમાં બે ગ્રૂપ વચ્ચે સંધર્ષ થયો હતો અને તેમાં કુસ્તીબાજ સાગર રાણાનું મોત થયું હતું અને તેના બે મિત્રો સોનુ અને અમિત કુમારને ઇજા થઈ હતી. તેમની પર સુશીલ કુમાર અને બીજા કુસ્તીબાજોએ હુમલો કર્યો હોવાનું માનવામાં આવે છે.

દિલ્હી પોલીસે સુશીલ કુમાર માટે રૂ.1લાખ અને સહયોગી અજય માટે રૂ.50000નું ઈનામ જાહેર કર્યું હતું. ત્યારબાદ તેઓએ આગોતરા જામીનની અરજી કરી હતી .દિલ્હીની રોહિણી કોર્ટે મંગળવારે સુશીલની આગોતરા જામીનની અરજી નામંજૂરી કરી હતી