પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતની નંબર વન આઇટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)એ બુધવાર (12 જાન્યુઆરી)એ રૂ. 18,000 કરોડ શેર બાયબેક કરવાની જાહેરાત કરી હતી. કંપની રૂ. 4500 પ્રતિ શેરના ભાવે ચાર કરોડ શેરને બાયબેક કરશે. અગાઉના વર્ષોમાં કંપનીએ જે બાયબેક કર્યા તેના કરતા આ વખતે 10 ટકા મોટી સાઈઝ છે.

TCSએ આ બાયબેક ઓફરની સાથે શેર દીઠ સાત રૂપિયાના વચગાળાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી હતી. એક એનાલિસ્ટે જણાવ્યું કે કંપનીએ રોકાણકારોને તેની મૂડી પરત આપવાનું વચન આપ્યું હતું અને હવે તે તેનું વચન પાળી રહી છે. બાયબેક ઇશ્યૂનું કદ રૂ. 18,000 કરોડ છે અને કંપનીના કુલ પેઈડ અપ ઇક્વિટી શેરમૂડીના 1.08 ટકા થાય છે. TCS એટલી મોટી કંપની છે કે આ બાયબેકની સાઇઝ નાની જણાય છે.