સિલિકોન વેલીમાં ટીસીએસની ઓફિસ (istockphoto.com)

ભારતની અગ્રણી IT સર્વિસ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)એ કર્મચારીઓને રિટર્ન ટુ ઓફિસ પોલિસીનું પાલન ન કરતાં કર્મચારીઓની કડક ચેતવણી આપી હોવાના મીડિયા અહેવાલને ગુરુવારે ફગાવી દીધી હતી.  

એક નિવેદનમાં ટીસીએસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની કર્મચારીઓને અઠવાડિયામાં ત્રણ દિવસ ઓફિસમાંથી કામ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે, પરંતુ તેને “કારકિર્દી અથવા વેતન સાથે સંબંધ નથી.” અગાઉ મીડિયામાં અહેવાલ આવ્યા હતા કે એક મહિનામાં ઓછામાં ઓછા 12 દિવસ ઓફિસ ન આવતા કર્મચારીઓને કંપનીએ મેમો મોકલવાનું ચાલુ કર્યું છે અને તેમાં શિસ્તભંગની કાર્યવાહી ચાલુ કરવાની ધમકી આપી હતી.  

પ્રવક્તાએ જણાવ્યું હતું કે “છેલ્લા ઘણા મહિનાઓથી અમે ભારતમાં સહયોગીઓને ઑફિસમાં પાછા ફરવા અને અઠવાડિયાના 3 દિવસ કાર્યસ્થળ પર વિતાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. અમારા ઘણા લોકો ઓફિસમાં પાછા ફર્યા છે.  

TCSએ ગયા વર્ષે કહ્યું હતું કે તે કર્મચારીઓને 100 ટકા દૂરથી કામ કરવાની મંજૂરી આપશે નહીં. કંપનીએ કર્મચારીઓને અઠવાડિયામાં ત્રણ દિવસ ઓફિસથી કામ કરવાનું કહેતા ઈમેલ પણ મોકલ્યા હતા. 

LEAVE A REPLY

20 − 17 =