મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે (ANI Photo)

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ બુધવારે એક કાર્યક્રમમાં રાજ્યના અહમદનગર શહેરનું નામ બદલીને ‘અહિલ્યા નગર’ કરવાની જાહેરાત કરી હતી. હિન્દુવાદીઓ ઘણા સમયથી આ શહેરનું નામ બદલવાની માગણી કરી રહ્યાં હતા. રાજ્યમાં શિવસેના અને ભાજપની સરકાર સત્તા પર આવ્યા પછી ઘણા શહેરોના નામ બદલ્યા છે. અગાઉ ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજી નગર કરવામાં આવ્યું હતું, જ્યારે ઉસ્માનાબાદનું નામ ધારાશિવ કરાયું હતું. ભાજપે અહમદનગરનું નામ બદલીને અહલ્યાબાઈ નગર કરવાની માંગ કરી હતી. અગાઉ ભાજપના નેતા ગોપીચંદ પડલકરે તત્કાલિન મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને જણાવ્યું હતું કે, અહિલ્યાબાઈ હોલ્કરનો જન્મ અહમદનગરના ‘ચૌંડી ગામમાં’ થયો હતો. અહલ્યાબાઈનું આ શહેર સાથે કનેક્શનને ધ્યાને રાખી તેનું નામ બદલવાની માંગ ઉઠી હતી.

બીજી તરફ જિલ્લાની વેબસાઈટ જોવામાં આવે તો ઈ.સ.પૂર્વે 240નો ઈતિહાસ ધરાવતું આ શહેર અનેક સામ્રાજ્યોનો હિસ્સો રહ્યું છે. 1486 પહેલા અહમદનગરને નિઝામશાહી તરીકે પણ ઓળખાતું હતું. 1486માં મલિક અહમદ નિઝામ શાહ બહમની સામ્રાજ્યના વડાપ્રધાન હતા. તેમણે એક શહેરનો પાયો નાખ્યો જે હવે અહેમદ નગર તરીકે ઓળખાય છે.

LEAVE A REPLY

14 − 4 =