Bilkis bano rape case
બિલકિસ બાનો (ફાઇલ ફોટો) (ANI Photo)

બિલ્કિસ બાનો કેસમાં દોષિતોને છોડી મૂકવાના ગુજરાત સરકારના નિર્ણયને બુધવારે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતા. અરજીમાં તમામ દોષિતોની સજા પર ફેરવિચારણા માટે વિનંતી કરવામાં આવી હતી.સુપ્રીમ કોર્ટ બિલ્કિસ બાનો કેસમાં કરાયેલી અરજી પર વિચારણા માટે સંમત થઈ છે.

ગોધરા ટ્રેન કાંડ પછી ગુજરાતમાં કોમી તોફાનો થયા હતા. તેમાં બિલ્કિસ બાનોના પરિવારના સાત સભ્યોની હત્યા થઈ હતી. ઉપરાંત, તોફાની તત્વોએ બિલ્કિસ બાનો સાથે સામૂહિક દુષ્કર્મ પણ આચર્યું હતું. મુંબઇની એક વિશેષ સીબીઆઇ કોર્ટે ૨૧ જાન્યુઆરી, ૨૦૦૮ના રોજ હત્યા અને સામૂહિક દુષ્કર્મના કેસમાં તમામ ૧૧ આરોપીને જન્મટીપની સજા કરી હતી. આ દોષિતોએ ૧૫ વર્ષથી વધુ સમય જેલમાં સેવા આપી હતી. ત્યાર પછી એક દોષિતે સજાની મુદત કરતાં વહેલા છોડવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે ગુજરાત સરકારને સજામાં રાહત આપવાના મુદ્દે ૧૯૯૨ની નીતિ અનુસાર નિર્ણય લેવા જણાવ્યું હતું. સરકારે એક સમિતિની રચના કરી હતી અને તેણે તમામ દોષિતોને સમય કરતાં વહેલા છોડવાનો આદેશ આપ્યો હતો.