Supreme Court stay on promotion of 68 judges in Gujarat
(istockphoto.com)

 ચૂંટણી કમિશનર અરુણ ગોયલની તાજેતરમાં થયેલી  નિમણૂક સુપ્રીમ કોર્ટના તપાસના ઘેરાવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે ગોયલની નિમણૂકને લગતા મૂળ રેકોર્ડની ફાઇલ કેન્દ્ર સરકાર પાસે માગી છે. કોર્ટે જણાવ્યું હતું કે તે જાણવા માંગે છે કે કાનૂની રીતે શંકાસ્પદ કોઇ બાબત છે કે નહીં. 

સર્વોચ્ચ અદાલત ઓરિજિનલ ફાઇલ રજૂ કરવાના આદેશ સામે કેન્દ્રના વાંધાઓને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તે જાણવા માંગે છે કે શું સરકારે કરેલા દાવા મુજબ નિમણૂક પ્રક્રિયામાં બધું “સમુંસુતરું” છે કે નહીં.  

જસ્ટિસ કે એમ જોસેફના વડપણ હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે જણાવ્યું હતું કે તે જાણવા માંગે છે કે 19 નવેમ્બરે ચૂંટણી કમિશનર તરીકે ગોયલની નિમણૂકમાં કોઈ ચાલાકી થઈ હતી કે નહીં, કારણ કે તેમને તાજેતરમાં જ સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ આપવામાં આવી હતી. 

ચૂંટણી કમિશનરો અને મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકના મોટા મુદ્દાની સુનાવણી કરતી વખતે ખંડપીઠે એટર્ની જનરલ (એજી) આર વેંકટરમણીના વાંધાને ફગાવી દીધા હતા. એટર્ની જનરલે ફાઇલની તપાસની કરવાના ખંડપીઠના આગ્રહ સામે વાંધો ઉઠાવ્યો હતો.  

ન્યાયમૂર્તિ અજય રસ્તોગી, અનિરુદ્ધ બોઝ, હૃષિકેશ રોય અને સીટી રવિકુમારની બનેલી ખંડપીઠને વેંકટરમણીએ જણાવ્યું હતું કે કોર્ટ EC અને CECની નિમણૂકના મોટા મુદ્દાની સુનાવણી કરી રહી છે  અને તે એડવોકેટ પ્રશાંત ભૂષણે ઉઠાવેલા એક મામલાને આધારે વ્યક્તિગત કેસની તપાસ કરી શકે નહીં.  

ખંડપીઠે જણાવ્યું હતું કે તેને ગયા ગુરુવારે ECs અને CECની નિમણૂક માટે કોલેજિયમ જેવી સિસ્ટમની માંગણી કરતી અરજીઓની સુનાવણી શરૂ કરી હતી અને ગોયલને 19 નવેમ્બરના રોજ EC તરીકે નિયુક્ત કરાયા છે. 

કોર્ટે એજીને જણાવ્યું હતું કે “અમે એ જોવા માંગીએ છીએ કે પગલું કેમ લેવામાં આવ્યું. અમે તેને પ્રતિકૂળ હિલચાલ તરીકે નહીં માનીએ અને તેને અમારા રેકોર્ડ માટે રાખીશું નહીં, પરંતુ અમે જાણવા માંગીએ છીએ કે તમે દાવો કરો છો તેમ બધુ સમુંસુતરું છે કે નહીં. અમે આ મામલાની સુનાવણી કરી રહ્યા છે ત્યારે નિમણૂક કરાઈ છે, આ એકબીજા સાથે જોડાયેલ હોઈ શકે છે. તમારી પાસે આવતીકાલ સુધીનો સમય છે. દસ્તાવેજો રજૂ કરો.”  

પ્રશાંત ભૂષણે ગયા ગુરુવારે કોર્ટને કહ્યું હતું કે ચૂંટણી પંચમાં એક ખાલી જગ્યા ભરવા માટે અરજી દાખલ કરવામાં આવી છે અને બીજા દિવસે નિમણૂક કરવામાં આવી હતી. 

અરજદાર અનૂપ બરનવાલ વતી હાજર પ્રશાંત ભૂષણે સુનાવણીની શરૂઆતમાં કહ્યું હતું કે કોર્ટે આ મામલાની સુનાવણી શરૂ કર્યા પછી સરકારે ઉતાવળમાં ચૂંટણી કમિશનરની નિમણૂક કરી છે. આ ચૂંટણી કમિશનર ગુરુવાર સુધી સરકારમાં સચિવ-સ્તરના અધિકારી તરીકે કામ કરતા હતા. અચાનક, તેમને શુક્રવારે VRS આપવામાં આવ્યું અને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સરકારે એક જ દિવસમાં કોઈની નિમણૂક કરી અને કોઈને ખબર નથી કે કઈ પ્રક્રિયાને અનુસરવામાં આવી હતી અને શું સલામતી લેવામાં આવી હતી. 

LEAVE A REPLY

12 + 18 =