Twitter, Facebook, Google are not responsible for terrorist attacks

અમેરિકન સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ટ્વિટર, ફેસબુક અને ગૂગલની તરફેણમાં એક ચૂકાદો આપતા જણાવ્યું હતું કે, ઇસ્લામિક સ્ટેટ જૂથને સમર્થન આપતી વિવિધ પોસ્ટ માટે ત્રાસવાદી હુમલાનો ભોગ બનેલા લોકો દ્વારા મોટી સોશિયલ મીડિયા કંપનીઓને જવાબદાર ઠેરવી શકાય નહીં. કોર્ટે ચૂકાદામાં જણાવ્યું હતું કે, આવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ કટ્ટરવાદી જૂથને સમર્થન આપતા પોસ્ટનું સંચાલન કરીને ઇસ્લામિક સ્ટેટના ત્રાસવાદી હુમલાઓને “મદદ અને પ્રોત્સાહન” આપતા નથી.

નિર્ણાયક રીતે, ગૂગલની માલિકીની યુટ્યૂબ અને ટ્વિટર સામેના કેસોને ટેકનોલોજી કંપનીઓ સામે દાયકાઓ જૂની કાયદાકીય સુરક્ષા માટે સંભવિત પડકારો તરીકે જોવામાં આવ્યા હતા. પરંતુ કોર્ટ તેના ચૂકાદામાં એવો સંકેત આપ્યો હતો કે, આવા કેસનો હેતુ કાયદાકીય નિવારણ માટે યોગ્ય નથી. કલમ 230 તરીકે ઓળખાતો કાયદો, ત્રીજા પક્ષ તરફથી મુકવામાં આવતી કોઈપણ સામગ્રીથી ઈન્ટરનેટ પ્લેટફોર્મને સંપૂર્ણ સુરક્ષા આપે છે, પછી ભલે તેની ભલામણ વેબસાઈટ દ્વારા કરવામાં આવી હોય.

પરંતુ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ એવું કહીને મોટાભાગે આ ચર્ચાને ટાળી દીધી હતી કે કોઈપણ સંજોગોમાં, યુટ્યૂબ અને ટિ્વટર સામેના આરોપો જવાબદાર ઉલ્લંઘન જેવા નથી અને તેથી કલમ 230 પરની ચર્ચા યોગ્ય નથી.

LEAVE A REPLY

five × two =