સરકારે કોરોનાવાયરસ રોગચાળાને પહોંચી વળવા જાહેર ખર્ચમાં વધારો કરતાં અને કરની આવકમાં ઘટાડો થતાં બ્રિટનનું જાહેર દેવું જુલાઈ માસમાં પહેલીવાર 2 ટ્રિલિયન પાઉન્ડની ઉપર જતું રહ્યું હતું. જે 1961 પછીનું સૌથી વધુ છે.
નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં એપ્રિલથી જુલાઇના ગાળામાં દેવુ 150.5 બિલીયન પાઉન્ડ જેટલું વધી ગયું હતું, જે અગાઉના નાણાકીય વર્ષની સરખામણીએ ત્રણ ગણું હતું એમ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટીક્સે જણાવ્યું હતું. એકલા જુલાઇમાં, જાહેર ક્ષેત્રની બેંકોને બાદ કરતાં ઋણ 26.7 બિલીયન પાઉન્ડ હતું.
ચાન્સેલર ઋષિ સુનકે કહ્યું હતું ‘’આજના આંકડા એક સંપૂર્ણ રીમાઇન્ડર છે અને આપણે મુશ્કેલ નિર્ણયો લેવાની જરૂર રહેશે.’’