યુકેની ત્રીજી સૌથી મોટી સુપરમાર્કેટ અસ્ડા સ્ટોર્સના અમેરિકન માલિક, વૉલમાર્ટે જુલાઈમાં સુપરમાર્કેટ ચેઇનમાં પોતાના હિસ્સાના વેચાણ પર ફરી વાતચીત શરૂ કરી છે અને £6.5 બિલીયનની ખાનગી ઇક્વિટી બિડ ઉભી કરવા પ્રયત્નશીલ છે.

ડેબેનહામ્સના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ રોબ ટેમ્પલમેન, એપોલો ગ્લોબલ મેનેજમેન્ટને સહાયતા આપતા હોવાનું માનવામાં આવે છે. ભૂતપૂર્વ અસડા ચીફ એક્ઝિક્યુટિવ અને મેટલન તથા સમરફિલ્ડ સુપરમાર્કેટનું નેતૃત્વ કરનાર પોલ મેસન લોન સ્ટાર ફંડ્સ સાથે જોડાયેલા છે.

સેઇન્સબરી સાથેના મર્જરના પતનના 15 મહિના પછી જુલાઈમાં વોલમાર્ટે પોતાના હિસ્સાના વેચાણ પર વાતચીત ફરી શરૂ કરી છે અને મનાઇ રહ્યું છે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં ડીલની ઘોષણા થઈ શકે છે.

લોન સ્ટાર, એપોલો અને ટીડીઆર કેપિટલ દ્વારા કોવિડ-19ના કારણે વાટાઘાટો એપ્રિલમાં રોકવામાં આવી હતી અને હવે ટીડીઆર આ પ્રક્રિયામાંથી બહાર નીકળી ગયું છે. 1999માં આસ્ડાને ખરીદનાર વૉલમાર્ટ પોતાનો લઘુમતી હિસ્સો જાળવશે એવી ધારણા છે.

સેઇન્સબરીના આયોજિત મર્જર સમયે આસ્ડા પાસે 600થી વધુ સ્ટોર્સ અને યુકેના ગ્રોસરી માર્કેટમાં આશરે 15% હિસ્સા સાથે તેનું મૂલ્ય આશરે £7 બિલીયન હતું.