UK Foreign Secretary reiterates support for India's UNSC seat
(ANI Photo)

બ્રિટને તાજેતરમાં રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનને ચેતવણી આપતા જણાવ્યું હતું કેજો મોસ્કો યુક્રેનમાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરશે તો તેના ગંભીર પરિણામો આવશે અને આવા યુદ્ધથી ઘર્ષણનો પ્રકાર પણ બદલાશે.

ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવર્લીએ પણ રશિયાને અનાજની નિકાસમાં અવરોધ ન લાવવા વિનંતી કરી છે અને જણાવ્યું હતું કેક્રેમલિન તરફથી વધુને વધુ નિરાશાજનક નિવેદનો યુદ્ધના પ્રયાસોને વિચલિત કરવા માટે કરવામાં આવ્યા છે.

ક્લેવર્લીએ લોમેકર્સને જણાવ્યું હતું કેઅન્ય કોઈપણ દેશ પરમાણુ હથિયારોના ઉપયોગ અંગે વાત કરતો નથી. અન્ય કોઈપણ દેશ રશિયા અથવા પ્રેસિડેન્ટ પુતિનને ધમકી આપતો નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કેતેમણે એ બાબત સ્પષ્ટપણે જાણવી જોઈએ કેયુકે અને અમારા સાથી દેશો માટેપરમાણુ શસ્ત્રોનો કોઈપણ ઉપયોગઘર્ષણના પ્રકારને બદલી નાખશે અને તેથી રશિયા માટે ગંભીર પરિણામો આવશે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે તાજેતરમાં જણાવ્યું હતું કેબ્રિટિશ નૌકાદળના સૈનિકોએ ગત મહિને નોર્ડ સ્ટ્રીમ ગેસ પાઇપલાઇનને ફૂંકી મારી હતી. રશિયન સંરક્ષણ મંત્રાલયે એમ પણ જણાવ્યું કેઆ બ્રિટિશ નિષ્ણાતોએ શનિવારે ક્રિમીયામાં રશિયન બ્લેક સીના જહાજો પર યુક્રેનિયન ડ્રોન હુમલામાં માર્ગદર્શન આપ્યું હતું.

LEAVE A REPLY

twenty − twelve =