એથેન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઇન્ડિયન કમ્યુનિટીએ ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું હતું. (ANI Photo)

ગ્રીસના એથેન્સમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશની મુલાકાત અંગે ઉત્સાહ અને ખુશી વ્યક્ત કરી હતી. સ્ટાર્ટઅપ ગ્રીસ ઓર્ગેનાઈઝેશનના મેનેજિંગ ડાયરેક્ટર થાનોસ પેરાસ્કોસે કહ્યું કે પીએમ મોદી જેવા નેતાઓનું હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું હતું કે “હું અહીં PM મોદીનું ગ્રીસમાં સ્વાગત કરવા આવ્યો છું. અમે છેલ્લા નવ વર્ષમાં વિશ્વમાં યોગદાન આપનારી ટેક્નોલોજીમાં નોંધપાત્ર પ્રગતિ જોઈ છે. ગઈકાલે માનવતા માટે એક નોંધપાત્ર દિવસ હતો, અમે ભારતના અવકાશ ટેકનોલોજીની સફળતા જોઇ હતી. વડાપ્રધાન મોદીએ ગ્રીસમાં ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરી હતી.

PMની મુલાકાત પહેલા ગ્રીસમાં ભારતીય સમુદાયના સભ્યો ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ અને ‘મોદી જી ઝિંદાબાદ’ના નારા લગાવતા જોવા મળ્યા હતા. પીએમ મોદી ગુરુવારે તેમના ગ્રીક સમકક્ષ કિરિયાકોસ મિત્સોટાકિસના આમંત્રણ પર ગ્રીસ પહોંચ્યાં હતા.

LEAVE A REPLY

2 + sixteen =