ANI Photo)

69માં નેશનલ ફિલ્મ એવોર્ડસના વિજેતાની ગુરુવારે સાંજે 5 વાગ્યે જાહેરાત કરવામાં આવી હતી. અલ્લુ અર્જુને ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મેળવ્યો હતો, જ્યારે આલિયા ભટ્ટ અને કૃતિ સેનનને અનુક્રમે ગંગુબાઈ કાઠિયાવાડી અને મીમી ફિલ્મો માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.

રોકેટ્રીઃ ધ નામ્બી ઈફેક્ટને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. કાશ્મીર ફાઇલ્સે રાષ્ટ્રીય એકતા પર શ્રેષ્ઠ ફિલ્મ માટે નરગીસ દત્ત એવોર્ડ જીત્યો હતો.

શૂજિત સરકારના જીવનચરિત્રાત્મક ઐતિહાસિક ડ્રામા સરદાર ઉધમે 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં અનેક પુરસ્કારો જીત્યા હતા. શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ ઉપરાંત, તેને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી (અવિક મુખોપાધ્યાય), શ્રેષ્ઠ ઓડિયોગ્રાફી (સિનોય જોસેફ), શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન (દિમિત્રી માલિચ અને માનસી ધ્રુવ મહેતા) અને શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન (વીરા કપૂર ઇ) એવોર્ડ પણ મેળવ્યા હતા.

કોને કયો એવોર્ડ મળ્યો

શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ- સરદાર ઉધમ

શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ- છેલ્લો શો

શ્રેષ્ઠ બાળ કલાકાર- ભાવિન રબારી, છેલ્લો શો

શ્રેષ્ઠ સંગીત નિર્દેશક (ગીતો) – દેવી શ્રી પ્રસાદ, પુષ્પા

શ્રેષ્ઠ એડિટિંગ- ગંગુબાઈ કાઠિયાવાડી માટે સંજય લીલા ભણસાલી

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી – કાશ્મીર ફાઇલ્સ માટે પલ્લવી જોશી

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર- મિમી માટે પંકજ ત્રિપાઠી

શ્રેષ્ઠ અભિનેત્રી- ગંગુબાઈ કાઠિયાવાડી માટે આલિયા ભટ્ટ, મિમી માટે કૃતિ સેનન

શ્રેષ્ઠ અભિનેતા – પુષ્પા: ધ રાઇઝ માટે અલ્લુ અર્જુન

રાષ્ટ્રીય એકતા પર શ્રેષ્ઠ ફિલ્મ – કાશ્મીર ફાઇલ્સ

આરોગ્યપ્રદ મનોરંજન પ્રદાન કરતી શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ – RRR

શ્રેષ્ઠ ફીચર ફિલ્મ – રોકેટ્રીઃ ધ નામ્બી ઈફેક્ટ

 

LEAVE A REPLY

nineteen − eighteen =