સ્ટેન્ડ અપ કોમેડિયન કપિલ શર્મા (સેન્ટ્રલ), ચંદન પ્રભાકર (રાઇટ) અને કિકુ શારદા (લેફ્ટ) (ફાઇલ ફોટો (Photo by NARINDER NANU/AFP via Getty Images)
દેશ-વિદેશમાં વસતાં ભારતીયોમાં કપિલ શર્મા કોમેડી શો ખૂબ જ લોકપ્રિય થયો છે, છેલ્લા 10 વર્ષથી દર્શકો તેને જોવાનું પસંદ કરે છે. જોકે, આ શોમાં કપિલની સાથે કામ કરતા ઘણા કલાકારો તેમાંથી નીકળી ગયા છે અને તેમના સ્થાને કપિલે નવા ટેલેન્ટેડ કલાકારોને તક આપી છે. ઓસ્ટ્રેલિયાથી પરત જત વખતે ફ્લાઈટમાં કપિલ સાથે થયેલા ઝઘડાના કારણે સુનિલ ગ્રોવરે શોમાંથી નીકળી જવાનું પસંદ કર્યું હતું. સુનિલની સાથે સાથે અલી અસગરે પણ શોને અલવિદા કહી દીધું હતું. તે સમયે એવા પણ રીપોર્ટ્સ બહાર આવ્યા હતા કે, સુનિલ સાથેની ઘટનાને કારણે અલીએ શોને છોડ્યો હતો, પરંતુ તે બાબતે અલીએ એવી સ્પષ્ટતા કરી હતું કે, મને આ શોમાં મારું પાત્ર આગળ વધતું નથી દેખાતું અને ક્રિએટિવ લેવલ પર પણ હું મારા કામથી સંતુષ્ટ નથી અને આ કારણે જ મેં શો છોડ્યો છે.
ગત સીઝનમાં આ શોમાં જાણીતા બનેલા કૃષ્ણા અભિષેક અને ચંદન પ્રભાકરે તેમાંથી નીકળી જવાનો નિર્ણય લીધો હતો. કૃષ્ણા અને ચંદન બદલે કપિલે બીજા કલાકારોને સ્થાન આપ્યું છે, પણ કૃષ્ણા કોઈ ઝઘડાના કારણે નહીં પણ ઓછી ફીના કારણે શોથી દૂર થયો છે તેવું જાહેર થયું છે. આ મામલે કપિલે જણાવ્યું છે કે, હું તેને ફી ઘટાડવા માટે દબાણ ન કરી શકું. તેને શોમાં જોડાવવાની ઓફર કરી હતી, પરંતુ તે તેના મનમાં શું વિચારી રહ્યો છે તેની મને ખબર નથી. તેના કોન્ટ્રાકટને લઈને શું પ્રોબ્લેમ છે તેની મને ખબર નથી.
શોને છોડી ચૂકેલા અન્ય આર્ટિસ્ટ વિશે વાત કરતા કપિલે કહ્યું હતું કે, તમે સૌ જાણો જ છો કે ભારતી સિંહ પોતાનું પ્રોડક્શન હાઉસ ચલાવે છે અને તે કેટલી વ્યસ્ત રહે છે તે બધાને ખબર છે અને તેથી તે શોમાં નથી. બીજી તરફ ઉપાસના સિંહની તો તેઓ તેમની મરજીથી શોથી દૂર છે અને ફિલ્મોમાં કામ કરે છે. હું મારી રીતે કામ કરી રહ્યો છું અને મારું સ્થાન કોઈ લઈ લેશે તેની મને ચિંતા નથી કે હું તેવી ભાવનાથી ડરતો નથી. મેં મારું સ્ટાન્ડર્ડ જેવું પણ બનાવ્યું છે તે યુનિક છે એટલે મને કોઈ અન્ય કલાકારની હાજરીથી ડર નથી.

LEAVE A REPLY

one × three =