Vol. 3 No. 219 About   |   Contact   |   Advertise 01st Oct 2020


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
બોલીવુડ ડ્રગ્સ કનેક્શનમાં ટોચની અભિનેત્રીઓની સઘન પૂછપરછ

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુકેસની તપાસમાં બોલીવુડનું જે ડ્રગ્સ કનેક્શન ચર્ચાના ચગડોળે ચડ્યું છે તેનાથી હિન્દી ફિલ્મ જગતમાં હાહાકાર મચી ગયો છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઇ સૌવિકની સૌપ્રથમ ડ્રગ્સ કેસમાં ધરપકડ થઇ હતી અને બંનેની પૂછપરછમાં જ બંનેએ કેટલાય કલાકારોના નામ લીધા હતા.

Read More...
તો… લંડનમાં 10 મિલીયન લોકો માટે સ્થાનિક લોકડાઉન

પાટનગર લંડનમાં રહેતા દસ મિલિયન લોકોને ચેતવણી આપવામાં આવી છે કે આગામી અઠવાડિયામાં કોરોનાવાયરસને ડામવા માટે કડક પ્રતિબંધ મૂકાય તેવી સંભાવના છે. મેયર સાદિક ખાને, ગણતરીના દિવસોમાં ઘરમાં લોકોના હળવા મળવા પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરી હતી. ઇંગ્લેન્ડ અને વેલ્સના મિલીયનથી વધુ લોકો આ સપ્તાહના અંતમાં નવી સ્થાનિક લોકડાઉન હેઠળ છે.

Read More...
સુનકે નવી વાયરસ જોબ્સ સપોર્ટ યોજનાનું અનાવરણ કર્યું

ચાન્સેલર ઋષિ સુનકે ગુરૂવારે 6 માસ માટે નવી કોરોનાવાયરસ જોબ્સ પ્રોટેક્શન સ્કીમ તા. 1 નવેમ્બરથી શરૂ કરવાની જાહેરાત કરી છે જે છ મહિનાએટલે કે એપ્રિલ 2021 સુધી ચાલશે. જેમાં જે તે કર્મચારીએ પાર્ટ ટાઇમ કામ પર ચઢવાનું રહેશે અને સરકાર અને એમ્પલોયર જે તે કર્મચારીએ નહિં કરેલ કામના વેતનની ત્રીજા ભાગની રકમ ચૂકવશે. સુનકે કહ્યું છે કે સરકારની નવી વેતન સબસિડી યોજનાથી મોટી સંખ્યામાં લાભ થશે પરંતુ કેટલી નોકરીઓનો બચાવ કરશે તેની આગાહી કરવી હાલને તબક્કે અશક્ય છે.

Read More...
મે ઘણા મિલિયન ડોલરનો ટેક્સ ભર્યો છેઃ ટ્રમ્પ

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જણાવ્યું હતું કે તેમણે ઘણા મિલિયન્સ ડોલરનો ટેક્સ ભર્યો છે તથા તેઓ ઘસારા અને ટેક્સ કેડિટ માટેના હકદાર છે. તેમના દેવા કરતાં તેમની પાસેની મિલકત વધુ છે. ઘણા વર્ષો સુધી બિઝનેસમાં જંગી ખોટ નોંધાવ્યા બાદ ટ્રમ્પે 2016 અને 2017 બંને વર્ષમાં માત્ર 750 ડોલરનો ટેક્સ ભર્યો હતો તેવા ન્યૂ યોર્કના ટાઇમ્સના અહેવાલને પગલે રિપબ્લિકશન પ્રેસિડન્ટે સંખ્યાબંધ ટ્વીટ કરીને આ પ્રતિક્રિયા આપી હતી.

Read More...
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ ભારતમાં કામકાજ અટકાવ્યુંએમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ ભારતમાં કામકાજ અટકાવ્યું

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થા એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે ભારતમાં પોતાના કામકાજને મંગળવારે અટકાવ્યું દીધું હતું. એમ્નેસ્ટીએ એવો આક્ષેપ કર્યો હતેા કે માનવઅધિકારોના ઉલ્લંઘન અંગે અવાજ ઉઠાવવાથી સરકારે તેના બેન્ક એકાઉન્ટ ફ્રીજ કરી દીધા છે.

Read More...
એક સાથે ફ્લૂ અને કોવિડ-19 મૃત્યુનું જોખમ વધારે છે

યુકેના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે કોવિડ-19 અને ફ્લુનુ કો-ઇન્ફેક્શન ‘ગંભીર મુશ્કેલી’ કરી શકે છે અને તેથી સંવેદનશીલ લોકોને ફ્લૂની રસી લેવા વિનંતી કરી છે.

Read More...
શીખ ટોરી કાઉન્સિલરની ‘ઇસ્લામોફોબીક’ ટીપ્પણીને પગલે આક્રોશ

ઝૈનબ અલિપોરબાબી નામની 39 વર્ષની ઇરાની મૂળની એન્જીનીયરને હેરોના ટોરી પાર્ટીના શીખ કાઉન્સિલર કમલજીત ચનાએ “મને મુસ્લિમો પસંદ નથી” એમ કહ્યા બાદ તેણી “ધાર્મિક ભેદભાવ અને કન્સટ્રક્ટીવ અનફેર ડિસમીસલનો દાવો જીતી ગઇ હતી. લેબર પાર્ટી અને મુસ્લિમ સંગઠનોએ “ઇસ્લામોફોબીક” નિવેદન કરવાના આરોપ બદલ હેરોના શીખ ટોરી કાઉન્સિલરને હટાવવાની હાકલ કરી છે.

Read More...
સુરંગો શોધી કાઢતા ઉંદરને તેના સાહસ બદલ ગોલ્ડ મેડલ

ઉંદરને જોઇને ઘણીવાર સુગ ચડે છે, પરંતુ એક પરાક્રમી ઉંદરનું કમ્બોડિયામાં સુરંગો શોધી કાઢવા માટે બહુમાન કરવામાં આવ્યું છે. મગાવા નામના આફ્રિકાના આ ઉંદરે દક્ષિણપૂર્વ એશિયાના આ યુદ્ધગ્રસ્ત દેશમાં 39 સૂરંગ અને વિસ્ફોટ થયા વગરના 28 દારુગોળો શોધી કાઢ્યા છે. તેથી તેને PDSA વેટરિનરી ચેરિટી ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો છે.

Read More...
ટાઇમ મેગેઝિનની વિશ્વના 100 પ્રભાવશાળી હસ્તીઓની યાદીમાં વડાપ્રધાન મોદીને સ્થાન

અમેરિકાના જાણીતા ટાઈમ મેગેઝિનની વર્ષ 2020 માટે વિશ્વના સૌથી વધુ પ્રભાવશાળી હસ્તીઓની યાદીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને સ્થાન મળ્યું છે. આ યાદીમાં બોલિવૂડ એક્ટર આયુષ્યમાન ખુરાના, ગુગલના સીઈઓ સુંદર પિચાઈ, HIV પર રિસર્ચ કરનાર રવિંદર ગુપ્તા અને શાહીનબાગમાં ધરણાં પર બેસનાર બિલ્કિસનું પણ નામ સામેલ છે. આ વિશ્વવિખ્યાત મેગેઝિનની પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં મોદીને અત્યાર સુધી ચાર વખત સ્થાન મળ્યું છે.

Read More...
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જશવંત સિંહનું અવસાન

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપ દિગ્ગજ નેતા જશવંત સિંહનું લાંબી બિમારી બાદ રવિવારે અવસાન થયું હતું. તેમની ઉંમર 82 વર્ષ હતી. જસવંત સિંહના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાએ દુ:ખ વ્યક્ત કર્યુ છે. ઓગસ્ટ 2014માં ઘરમાં પડી જવાથી તેમની ઇજા થઈ હતી અને તે પછીથી તેઓ સતત બિમાર રહ્યાં હતા.

Read More...

  Sports
ઈંગ્લેન્ડની ટીમનો ભારત પ્રવાસ અમારી પ્રાયોરિટીઃ ગાંગુલી

હાલના સંજોગોમાં કોવિડ-19ના રોગચાળાના પગલે ક્રિકેટ સહિત રમત ગમત ક્ષેત્રે ભારે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે, ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડની પ્રાયોરિટી ઈંગ્લેન્ડની ટીમ સામેની આગામી સીરીઝ ભારતમાં જ રમાય તેવી છે.

Read More...
ફ્રેન્ચ ઓપનમાં એન્ડી મરે પહેલા જ રાઉન્ડમાં હાર્યો, અઝારેન્કા બીજા રાઉન્ડમાં

કાતિલ ઠંડાના વાતાવરણમાં શરૂ થયેલી ફ્રેન્ચ ઓપન ટેનિસ સ્પર્ધાના પહેલા જ રાઉન્ડમાં યુકેનો સ્કોટિશ સ્પર્ધક – એક વખતનો વિશ્વનો પ્રથમ ક્રમાંકિત એન્ડી મરે પહેલા રાઉન્ડમાં જ સ્ટાન વાવરિન્કા સામે સીધા સેટ્સમાં 6-1, 6-3, 6-2થી હારી ગયો હતો. થાપાની સર્જરીના કારણે પોતાની પૂર્ણ ક્ષમતાએ રમી શકતો નહોતો. તેને આ સ્પર્ધમાં એન્ટ્રી માટે વાઈલ્ડ કાર્ડની જરૂર પડી હતી. યુએસ ઓપનમાં તે બીજા રાઉન્ડમાં હારી ગયો હતો.

Read More...
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ડીન જોન્સનું મુંબઈમાં હાર્ટ અટેકના કારણે અવસાન

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન ડીન જોન્સનું મુંબઈમાં હાર્ટ અટેકના નિધન ગુરુવારે થયું હતું. તેમની ઉંમર 59 વર્ષ હતી. ઇન્ડિયન પ્રીમિયમર લીગ માટેના સ્ટાર સ્પોર્ટ્સની કમેન્ટરી ટીમમાં સામેલ હોવાથી તેઓ મુંબઈમાં હતા.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
રિલાયન્સ જિયોની જેમ રિલાયન્સ રિટેલ પણ વિદેશી રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની

રિલાયન્સ જિયોની જેમ રિલાયન્સ રિટેલ પણ વિદેશી રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. મુકેશ અંબાણીના આ રિટેલ બિઝનેસમાં રોકાણના બે સપ્તાહમાં બે મોટો ડીલ થયા છે. વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ કંપની KKRએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ બિઝનેસમાં 5,500 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરશે. અગાઉ પ્રાઇવેટ ઇક્વિટી કંપની સિલ્વર લેક પાર્ટર્નસે રિલાયન્સ રિટેલનો 1.75 ટકા હિસ્સો ખરીદવા માટે 7,500 કરોડ રૂપિયાની રોકાણની જાહેરાત કરી હતી. મુકેશ અંબાણી તેમના રિટેલ બિઝનેસનું વિસ્તરણ કરીને ભારતમાં એમેઝોનને ટક્કર આપવાની યોજના બનાવી રહ્યા છે ત્યારે આ બે મોટા સોદા થયા છે.
KKRના આ સોદામાં રિલાયન્સ રિટેલનું મૂલ્ય આશરે 4.1 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. બે સપ્તાહમાં બે સોદા મારફત મુકેશ અંબાણીએ તેમના રિટેલ એકમ માટે અત્યાર સુધી 13,050 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. KKRએ આ વર્ષના પ્રારંભમાં જિયો પ્લેટફોર્મમાં 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

Read More...
HDFC બેન્કે અમેરિકાની લો ફર્મના આરોપો ફગાવ્યા, કોર્ટમાં તેનો બચાવ કરશે

ભારતની સૌથી મોટી ખાનગી બેન્ક HDFC બેન્કે અમેરિકા ખાતેની લો ફર્મે ક્લાસ એક્શન સ્યુટમાં મૂકેલા આરોપોને નકારી કાઢ્યા છે. અમેરિકાની લો ફર્મ HDFC બેન્ક પર ખોટા દાવો કરવાનો આરોપ મૂકીને વળતરની માગણી કરી છે. બેન્કે આ કાનૂની દાવામાં તેનો બચાવ કરવાની યોજના બનાવી છે. બેન્ક આગામી વર્ષના પ્રારંભમાં તેનો જવાબ આપશે.

Read More...
ટાટા ગ્રૂપ અને એસપી ગ્રૂપ 70 વર્ષ પછી અલગ પડશે

ટાટા ગ્રૂપ અને શપુરજી પલોનજી ગ્રૂપ વચ્ચે 70 વર્ષ જૂનો સંબંધ પૂરો થવાની અણી પર છે. શાપૂરજી પલોનજી (SP) ગ્રુપે મંગળવારે કહ્યું કે ટાટા સન્સમાંથી બહાર નિકળવાનો સમય આવી ગયો છે. હાલમાં ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં એસપી ગ્રૂપ 18.37 ટકા હિસ્સો ધરાવે છે.

Read More...
ટાટા ગ્રૂપના સુપર એપમાં 25 અબજ ડોલર સુધીના રોકાણની વોલમાર્ટની વિચારણા

અમેરિકા ખાતેની વોલમાર્ટ ઇન્ક ટાટા ગ્રૂપના સુપર એપમાં 25 અબજ ડોલર સુધીના રોકાણની વિચારણા કરી રહી છે. વોલમાર્ટ હાલમાં આ અંગે ભારતના ટાટા ગ્રૂપ સાથે મંત્રણા કરી રહી છે. એમ સૂત્રોને ટાંકીને એક વર્તમાનપત્રના અહેવાલમાં જણાવાયું હતું.

Read More...
બે અબજ ડોલરના ટેક્સ વિવાદમાં વોડાફોનનો ભારત સરકાર સામે આંતરરાષ્ટ્રીય લવાદી કેસમાં વિજય

વોડાફાન ગ્રુપ પીએલસીએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારત સરકાર સામેના ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન કેસમાં કંપનીનો વિજય થયો છે. તેનાથી આશરે બે અબજ ડોલરના ટેક્સ સંબંધિત એક હાઇ પ્રોફાઇલ વિવાદનો અંત આવ્યો છે.
હેગમાં ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન ટ્રિબ્યુનલે ચુકાદો આપ્યો છે કે વોડાફોન પર ભારત સરકારે લાદેલી ટેક્સ જવાબદારી, વ્યાજ અને પેનલ્ટી ભારત અને નેધરલેન્ડ વચ્ચેની રોકાણ સંધિનો ભંગ કરે છે, એમ આ ગતિવિધીથી માહિગાર બે વ્યક્તિએ જણાવ્યું હતું.

Read More...
  Entertainment

સોનમે સોશિયલ મીડિયા પર યુઝરને જડબાતોડ જવાબ આપ્યો

બોલીવૂડની સેલિબ્રિટીને સોશિયલ મીડિયા પર તેમના ચાહકો દ્વારા ઘણો પ્રેમ અને આદર મળતો હોય છે. પરંતુ કેટલીક વાર લોકોની નફરતનો પણ ભોગ બનવું પડતું હોય છે. અને ચાહકો તેમને અણછાજતી કોમેન્ટ કરતા હોય છે. જેમાં કેટલાક સેલિબ્રિટી તેને ઇગ્નોર કરે છે. જ્યારે કેટલાક લોકો તેને જવાબ આપતા હોય છે. આવું જ કંઇક હમણાં સોનમ કપૂરે કર્યું. સોનમે તેની વિરુદ્ધ કોમેન્ટ કરવા વાળા અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરનારને જડબાતોડ જવાબ આપ્યો હતો.

Read More...

સૌરવ ગાંગુલીની બાયોપિકમાં રિતિક રોશનની શક્યતા

હમણાં થોડાક સમયથી બોલીવૂડમાં બાયોપિકનું ચલણ વધ્યું છે. દર વર્ષે કોઇને કોઇ એક બાયોપિક ફિલ્માવવામાં આવી રહી છે. ત્યારે ચાહકો વિખ્યાત ક્રિકેટર સૌરવ ગાંગુલીની બાયોપિક માટે પણ અધીરા બને તેમાં નવાઇ નહિ. જો કે સૌરવ ગાંગુલી અને રિતિકના ચાહકો માટે એક મહત્ત્વના અને સારા સમાચાર એ છે કે સૌરવની બાયોપિકમાં રિતિક રોશન જોવા મળશે. જો કે, રિતિકના આ રોલ નિભાવવાથી સૌરવને કોઇ પ્રોબ્લેમ નથી પરંતુ આ રોલ માટે સૌરવે રિતિક સામે એક શરત રાખી દીધી છે. છેલ્લા કેટલાક દિવસથી સૌરભ ગાંગુલીની બાયોપિક પર ચર્ચા ચાલી રહી છે. હમણાં થોડાક સમય પહેલા જ નેહા ધૂપિયાએ એક ચેટ શોમાં સૌરવ ગાંગુલીને પૂછ્યું કે તો પોતાના પાત્રમાં કયા અભિનેતાને જોવા ઇચ્છે છે. ત્યારે તેમણે કહ્યું કે મેં કંઇ વિચાર્યું નથી પરંતુ જ્યારે રિતિકનું નામ પૂછવામાં આવ્યું તો તરત જ સૌરવે કહ્યું કે રિતિકે મારા જેવી બોડી બનાવવી પડશે.

Read More...

પ્રિયંકા ચોપરા ઓસ્કાર માટે નોમિનેટ થશે?

પ્રિયંકા ચોપરા ૨૦૨૧માં યોજાનારા ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ થવાની છે ? તે પ્રશ્ર મીડિયામાં ફરી રહ્યો છે. પ્રિયંકાની મેટ્રિકસ, ધ વ્હાઇટ ટાઇગર થી સિટાડેલ સુધીની બેક-ટુ હેક ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. જેમાંથી નેટફિલ્કસ પર ધ વ્હાઇટ ટાઇગરના બેસ્ટ-સપોર્ટિંગ રોલ એકટ્રેસ તરીકે તેને ઓસ્કાર નોમિનેશન મલે તેવી આશા છે.

Read More...

દીપિકાની નવી ફિલ્મ સાયકોલોજીકલ થ્રીલર

અભિનેત્રી દીપિકા પદુકોણ પોતાની આગામી ફિલ્મના શૂટિંગ માટે ગોવા પહોંચી ગઇ છે. તેણે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરી હતી જેમાં ત્રણ દિવસ પછી શૂટિંગ શરૂ થવાનું જણાવ્યું હતું. આ તસવીરમાં દીપિકાએ ફિલ્મના દિગ્દર્શક શકુન બત્રા, અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય કરવાને પણ ટેગ કર્યા હતા.

Read More...
gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store