(Photo by Tasos Katopodis/Getty Images)

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જણાવ્યું હતું કે તેમણે ઘણા મિલિયન્સ ડોલરનો ટેક્સ ભર્યો છે તથા તેઓ ઘસારા અને ટેક્સ કેડિટ માટેના હકદાર છે. તેમના દેવા કરતાં તેમની પાસેની મિલકત વધુ છે.
ઘણા વર્ષો સુધી બિઝનેસમાં જંગી ખોટ નોંધાવ્યા બાદ ટ્રમ્પે 2016 અને 2017 બંને વર્ષમાં માત્ર 750 ડોલરનો ટેક્સ ભર્યો હતો તેવા ન્યૂ યોર્કના ટાઇમ્સના અહેવાલને પગલે રિપબ્લિકશન પ્રેસિડન્ટે સંખ્યાબંધ ટ્વીટ કરીને આ પ્રતિક્રિયા આપી હતી.

ટ્વીટર પર તેમણે જણાવ્યું હતું કે મે ઘણા મિલિયન ડોલર ટેક્સ ચુકવ્યો છે અને બીજા વ્યક્તિને જેમ તે ઘસારા અને ટેક્સ ક્રેડિટના પણ હકદાર છે. હું મારી મિલકતના મૂલ્યની સરખામણીમાં ખૂબ જ ઓછું દેવું ધરાવું છું.

ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમની પાસે અસાધારણ મિલકતો છે અને તેમનું ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ખૂબ જ પ્રભાવશાળી છે. ત્રણ નવેમ્બરની ચૂંટણી પહેલા મંગળવારની રાત્રે ટ્રમ્પ અને ડેમોક્રેટિક ઉમેદવાર જો બાયડન વચ્ચે પ્રથમ ડિબેટ થવાની છે, ત્યારે ટ્રમ્પના ટેક્સના આ મુદ્દો ઊભો થયો છે.

જોકે ટ્રમ્પે તેમના ટેક્સ રિટર્નની માહિતી જારી કરવાનો ઇનકાર કર્યો છે અને જણાવ્યું હતું કે તેઓ ઇન્ટર્નલ રેવન્યૂ સર્વિસિસના ઓડિટ હેઠળ છે. જોકે આ એજન્સીએ સ્પષ્ટતા કરી હતી કે ઓડિટને કારણે ટેક્સ રિટર્ન જારી ન કરી શકાય તેવો કોઇ નિયમ નથી.
ટાઇમ્પના અહેવાલ અનુસાર ટ્રમ્પ બિઝનેસમાં જંગી નુકસાનને ઘણા મિલિયન્સ ડોલરનું દેવું ધરાવે છે અને તેઓ આ નુકસાનને આધાર બનાવીને ટેક્સ ભરતા નથી. ટાઇમ્સે ગેરકાયદે તેની ટેક્સ માહિતી મેળવી હોવાનો પણ ટ્રમ્પે આક્ષેપ કર્યો હતો અને ટાઇમ્સના અહેવાલને ચોક્સાઇ વગરનો દર્શાવ્યો હતો.