યુકેના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે કોવિડ-19 અને ફ્લુનુ કો-ઇન્ફેક્શન ‘ગંભીર મુશ્કેલી’ કરી શકે છે અને તેથી સંવેદનશીલ લોકોને ફ્લૂની રસી લેવા વિનંતી કરી છે.

દેશના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર જોનાથન વેન-ટેમે જણાવ્યું હતું કે ‘’રોગચાળો શરૂ થયો તે વખતે ફ્લુની સાથે કોવિડ-19નો ચેપ ધરાવતા લોકો માટે મૃત્યુનું જોખમ 43% હતું. જ્યારે માત્ર કોવિડ-19 ધરાવતા લોકોને તે જોખમ માત્ર 26.9 ટકા જ હતું. ફ્લૂ અને કોવિડ-19 સાથે મળીને મૃત્યુનું જોખમ નોંધપાત્ર રીતે વધરતા હોવાથી વૈજ્ઞાનિકોએ આવતા અઠવાડિયાઓમાં ફ્લુની રસી મેળવવા માટે ફ્લૂ થવાનું અથવા સંક્રમિત થવાનું જોખમ ધરાવતા બધાને વિનંતી કરી છે.’’

આ અગાઉ માત્ર 58 લોકોનો અભ્યાસ કર્યો હતો અને તેઓ આ સિઝનમાં વધુ અભ્યાસ કરનાર છે. ફ્લૂ અને અન્ય શ્વસન વાયરસ આ શિયાળામાં ફેલાશે એમ પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના મેડિકલ ડિરેક્ટર પ્રો. ય્વોન ડોયલે જણાવ્યું હતું. દર વર્ષે ફ્લૂના કારણે 4,૦૦૦થી લઈને 22,000 લોકો મરણ પામે છે અને ગયા વર્ષે ફ્લુનો મૃત્યુઆંક 8,૦૦૦ હતો.

બીજી તરફ કેટલાક પુરાવા એવા પણ છે કે ફ્લૂ અને અન્ય વાયરસ એકબીજા સાથે સ્પર્ધા કરે છે. કો-ઇન્ફેક્શનના અભ્યાસમાં જેમને ફ્લૂ હતો તેમને કોવિડ થવાની સંભાવના ઓછી હતી. પરંતુ જો તમને બંને મળે તો તમે થોડીક મુશ્કેલીમાં છો કારણ કે રોગપ્રતિકારક શક્તિની દ્રષ્ટિએ તે ગંભીર પરિણામો લાવે છે.  સરકારે ફલૂની રસીના 30 મિલીયન ડોઝ ખરીદ્યા છે, જે પહેલા કરતાં વધુ છે.