ઓસ્ટ્રેલિયન ભૂતપૂર્વ ક્રિકેટર ડીન જોન્સ 14 ફેબ્રુઆરી 2014ના રોજ વેલિંગ્ટનમાં પ્રેસ ઇવેન્ટ દરમિયાન મીડિયા અને ગેસ્ટ સાથે વાતચીત કરી રહ્યા છે. હાર્ટ એટેકને કારણે તેમનું મુંબઈમાં અવસાન થયું છે. (Getty Images)

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન ડીન જોન્સનું મુંબઈમાં હાર્ટ અટેકના નિધન ગુરુવારે થયું હતું. તેમની ઉંમર 59 વર્ષ હતી. ઇન્ડિયન પ્રીમિયમર લીગ માટેના સ્ટાર સ્પોર્ટ્સની કમેન્ટરી ટીમમાં સામેલ હોવાથી તેઓ મુંબઈમાં હતા.

ડીન જોન્સ ક્રિકેટમાંથી સંન્યાસ લીધાં બાદ કમેન્ટ્રી સાથે જોડાયા હતા. આ સમયે પણ તેઓ આઈપીએલને લઈને ભારતમાં હતા. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર રહેલા ડીન જોન્સ 1984 થી 1994 સુધી ઓસ્ટ્રેલિયાઈ ટીમનો ભાગ રહ્યાં હતા. તેમણે ઓસ્ટ્રેલિયા તરફથી 52 ટેસ્ટ અને 164 વન-ડે મેચમાં ભાગ લીધો હતો.

ડીન જોન્સ 52 ટેસ્ટ મેચમાં 46.55ની સરેરાશથી 3631 રન બનાવ્યા હતો. તેમણે ટેસ્ટ મેચમાં 11 સદી અને 14 અર્ધી સદી ફટકારી હતી. તેમનો સર્વોચ્ચ સ્કોર 216 રહ્યો હતો જોન્સે 164 વન-ડે મેચોમાં 6068 રન બનાવ્યા હતા. તેમણે સાત સદી અને 46 અર્ધી સદી લગાવી છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 145 રહ્યો હતો.

ડીન જોન્સ 1987માં પહેલીવાર વર્લ્ડ કપનો ખિતાબ જીતનારી ઓસ્ટ્રેલિયાઈ ટીમના સભ્ય રહ્યાં હતા. તેમણે પોતાના પહેલા વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં 8 મેચોમાં ત્રણ અર્ધી સદીની મદદથી 314 રન બનાવ્યા હતા. ફાઈનલમાં ત્રીજા નંબર પર બેટિંગ કરવા ઉતરેલા જોન્સે ઈંગ્લેન્ડ સામે 33 રન બનાવ્યા હતા.