ફિલ્મ અભિનેતા રિતિક રોશન ((Photo by Carlos Alvarez/Getty Images)

હમણાં થોડાક સમયથી બોલીવૂડમાં બાયોપિકનું ચલણ વધ્યું છે. દર વર્ષે કોઇને કોઇ એક બાયોપિક ફિલ્માવવામાં આવી રહી છે. ત્યારે ચાહકો વિખ્યાત ક્રિકેટર સૌરવ ગાંગુલીની બાયોપિક માટે પણ અધીરા બને તેમાં નવાઇ નહિ. જો કે સૌરવ ગાંગુલી અને રિતિકના ચાહકો માટે એક મહત્ત્વના અને સારા સમાચાર એ છે કે સૌરવની બાયોપિકમાં રિતિક રોશન જોવા મળશે. જો કે, રિતિકના આ રોલ નિભાવવાથી સૌરવને કોઇ પ્રોબ્લેમ નથી પરંતુ આ રોલ માટે સૌરવે રિતિક સામે એક શરત રાખી દીધી છે. છેલ્લા કેટલાક દિવસથી સૌરભ ગાંગુલીની બાયોપિક પર ચર્ચા ચાલી રહી છે. હમણાં થોડાક સમય પહેલા જ નેહા ધૂપિયાએ એક ચેટ શોમાં સૌરવ ગાંગુલીને પૂછ્યું કે તો પોતાના પાત્રમાં કયા અભિનેતાને જોવા ઇચ્છે છે. ત્યારે તેમણે કહ્યું કે મેં કંઇ વિચાર્યું નથી પરંતુ જ્યારે રિતિકનું નામ પૂછવામાં આવ્યું તો તરત જ સૌરવે કહ્યું કે રિતિકે મારા જેવી બોડી બનાવવી પડશે. જો કે, રિતિકની બોડી ખૂબ જ સરસ અને તે દેખાવે પણ સુંદર છે પરંતુ જો મારી બાયોપિકમાં તેમણે કામ કરવું હોય તો તેમણે મારા જેવી બોડી બનાવવી પડશે. ફિલ્મોની વાત કરીએ તો રિતિક ટાઇગર શ્રોફ સાથે ‘વોર’માં જોવા મળ્યો હતો અને હાલમાં તેની હોમ પ્રોડ્કશન ફિલ્મ ‘ક્રિસ ૪’ની તૈયારીઓ ચાલી રહી છે.