એપોપો નામની સંસ્થા જમીનમા સુરંગો અને વિસ્ફોટકો શોધી કાઢવા માટે ઉંદરને તાલીમ આપે છે. તાલિમબદ્ધ ઉંદરો પરંપરાગ મેથડ કરતાં વધુ ઝડપથી વિસ્ફોટકો શોધી કાઢે છે. એપોલોએ કમ્બોડિયા જેવા સુરંગગ્રસ્ત વિસ્તારમાં તેના તાલીમબદ્ધ ઉંદરોને કામે લગાડ્યાહતા. એપોપોએ અત્યાર સુધી 69,260 સુરંગો શોધી કાઢવામાં મદદ કરી છે. (CARL DE SOUZA/AFP via Getty Images)

ઉંદરને જોઇને ઘણીવાર સુગ ચડે છે, પરંતુ એક પરાક્રમી ઉંદરનું કમ્બોડિયામાં સુરંગો શોધી કાઢવા માટે બહુમાન કરવામાં આવ્યું છે. મગાવા નામના આફ્રિકાના આ ઉંદરે દક્ષિણપૂર્વ એશિયાના આ યુદ્ધગ્રસ્ત દેશમાં 39 સૂરંગ અને વિસ્ફોટ થયા વગરના 28 દારુગોળો શોધી કાઢ્યા છે. તેથી તેને PDSA વેટરિનરી ચેરિટી ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો છે.

77 વર્ષના ઇતિહાસમાં લંડન સ્થિત ચેરિટી સંસ્થા PDSAએ ઉંદરને ગોલ્ડ મેડલ આપ્યો હોય તેવી પ્રથમ ઘટના છે. આ એવોર્ડને ગાર્ડિયન નામના વર્તમાનપત્રે બ્રિટનમાં પરાક્રમ માટે આપવામાં આવતા જ્યોર્જ ક્રોસ એવોર્ડ સાથે સરખામણી કરી છે.

બીબીસીના અહેવાલ અનુસાર મગાવાને તાન્ઝાનિયા સ્થિત ચેરિટી સંસ્થા એપોપોએ તાલિમ આપી હતી. આ સંસ્થા 1990ના દાયકાથી સૂરંગ અને ટીબી શોધી કાઢવા પ્રાણીઓને તાલિમ આપે છે. સાત વર્ષનો મેડલ વિજેતા ઉંદર એપોપોનો સૌથી વધુ સફળ હીરો રેટ છે. ઉંદર માગાવાએ કંબોડિયામાં 14.10 લાખ વર્ગમીટર વિસ્તારને વિસ્ફોટક મુકત બનાવવા માટે મદદ કરી હતી. આ વિસ્તાર 20 ફુટબોલ મેદાન જેટલો થાય છે. એપોલોના ચીફ એક્ઝિક્યુટિવ ક્રિસ્ટોફી કોક્સે જણાવ્યું હતું કે આ એવોર્ડ ખરેખર અમારું બહુમાન છે. ખાસ કરીને સવારમાં પ્રાણીઓને તાલિમ માટે દરરોજ વહેલી ઉઠી જતાં અનિમલ ટ્રેનર્સનું સન્માન થયું છે.

The PDSA ગોલ્ડ મેડલ એવોર્ડ સૂરંગની સમસ્યા તરફ વિશ્વનું ધ્યાન ખેંચે છે.

સૂરંગને દૂર કરવાનું કામ કરતી ચેરિટી સંસ્થા હાલો ટ્રસ્ટના જણાવ્યા અનુસાર 1079માં ખ્મેર રોગ શાસનના (કોમ્યુનિસ્ટ પાર્ટી)ના પતન બાદ કમ્બોડિયામાં સુરંગ વિસ્ફોટોને કારણે 64,000 લોકોના મોત થયા છે અને 25,000 લોકો અપંગ થયા છે. ટ્રસ્ટે જણાવ્યું હતું કે કમ્બોડિયાની અડધો-અડધ માઇનફિલ્ડને ભયમુક્ત બનાવવામાં આવે છે. બાકીનો વિસ્તાર થાઇલેન્ડની સરહદ નજીક આવેલો છે. ખ્મેર રોગ શાસન હેઠળથી લોકો ભાગી ન જાય તે માટે આ વિસ્તારોમાં મોટાપાયે સુરંગો બિછાવવામાં આવેલી છે. તેનાથી આ શાસન દરમિયાન આશરે બે મિલિયન લોકોના મોત થયા હોવાનું માનવામાં આવે છે.