ફિલ્મ અભિનેત્રી સોનમ કપુર (ફાઇલ ફોટો (Photo by Gareth Cattermole/Getty Images)

બોલીવૂડની સેલિબ્રિટીને સોશિયલ મીડિયા પર તેમના ચાહકો દ્વારા ઘણો પ્રેમ અને આદર મળતો હોય છે. પરંતુ કેટલીક વાર લોકોની નફરતનો પણ ભોગ બનવું પડતું હોય છે. અને ચાહકો તેમને અણછાજતી કોમેન્ટ કરતા હોય છે. જેમાં કેટલાક સેલિબ્રિટી તેને ઇગ્નોર કરે છે. જ્યારે કેટલાક લોકો તેને જવાબ આપતા હોય છે. આવું જ કંઇક હમણાં સોનમ કપૂરે કર્યું. સોનમે તેની વિરુદ્ધ કોમેન્ટ કરવા વાળા અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરનારને જડબાતોડ જવાબ આપ્યો હતો.

એક યુઝરે સોનમને કહ્યું કે તું નેપોટિઝમનું એક ઉત્તમ ઉદાહરણ છે. અને તું બીજા પુરુષોની મજાક કરે છે પરંતુ તે ક્યારેય તારા પતિને જોયો છે. જો ના જોયો હોય તો ફરી એક વાર જોઇ લે. તે ખૂબજ ગંદો લાગે છે. તેને જવાબ આપતા સોનમે તેના સ્ક્રીન શોટ શેર કર્યા અને કહ્યું કે મને ખબર છે તું આવું કેમ બોલે છે કારણકે તને લોકોનું અટેન્શન જોઇએ છે પરંતુ આ છેલ્લી વાર છે. હવે હું તને જવાબ નહી આપું.