ભારતની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઇના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી (ફાઇલ ફોટો (Photo by PUNIT PARANJPE/AFP via Getty Images)

હાલના સંજોગોમાં કોવિડ-19ના રોગચાળાના પગલે ક્રિકેટ સહિત રમત ગમત ક્ષેત્રે ભારે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે, ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડની પ્રાયોરિટી ઈંગ્લેન્ડની ટીમ સામેની આગામી સીરીઝ ભારતમાં જ રમાય તેવી છે.

બીસીસીઆઈના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ સોમવારે જણાવ્યું હતું કે, ભારતમાં પણ યુએઈની માફક મુંબઈ શહેરમાં જ ત્રણ ક્રિકેટ સ્ટેડિયમ છે – સીસીઆઈ, વાનખેડે અને નવી મુંબઈમાં ડી. વાય. પાટિલ સ્ટેડિયમ.નિયત કાર્યક્રમ મુજબ ઈંગ્લેન્ડની ટીમ આગામી જાન્યુઆરી થી માર્ચ દરમિયાન ભારતમાં પાંચ ટેસ્ટ મેચ, ત્રણ વન-ડે તથા ત્રણ ટી-20ની સીરીઝ રમવા આવવાની છે. પણ
કોવિડ-19ના રોગચાળાના કારણે સમગ્ર સ્થિતિ અત્યારે પ્રવાહી છે. ભારતમાં સંભવ બને નહીં
તો યુએઈમાં એ સીરીઝ યોજાય તેવી પણ એક શક્યતા છે.