Vol. 3 No. 243 About   |   Contact   |   Advertise 8th April 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, આંશિક લોકડાઉનનું હાઇકોર્ટનું સૂચન

ગુજરાતમાં બેકાબુ બનેલા કોરોનાના ફેલાવાના પગલે હાઈકોર્ટની ટકોર પછી મંગળવારે રાત્રે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરેલી જાહેરાતો મુજબ બુધવારથી રાજ્યના તમામ મોટા શહેરો – 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફયુ રહેશે અને તે 30 એપ્રિલ સુધી અમલમાં રહેશે. આ ઉપરાંત કોઈ મોટા રાજકીય તેમજ સામાજિક કાર્યક્રમો યોજી શકાશે નહીં, લગ્ન સમારંભમાં પણ 100 લોકોને જ આમંત્રણની મર્યાદા જાહેર કરાઈ છે. કેન્દ્ર સરકારની આરોગ્ય ખાતાની ઉચ્ચ સ્તરિય ટીમ ગુજરાતની મુલાકાતે આવશે અને સ્થિતિની સમીક્ષા કરશે. રાજ્ય સરકારની તમામ કચેરીઓમાં શનિવાર-રવિવારની રજા રહેશે.

Read More...
ઇંગ્લેન્ડમાં 12 એપ્રિલથી લોકડાઉન વધુ હળવુ કરાશે

જોરદાર રસીકરણ, ઝડપથી ઘટી રહેલા હોસ્પિટલ પ્રવેશ અને મોતના દર અને દેશની અડધી વસ્તીમાં વિકસેલા એન્ટીબોડીઝને પગલે કોરોનાવાયરસ રોગચાળાની સ્થિતીમાં જોરદાર સુધારો આવી રહ્યો હોવાથી અગાઉની યોજના મુજબ ઇંગ્લેન્ડમાં 12 એપ્રિલથી લોકડાઉન વધુ હળવુ કરાઇ રહ્યું છે. દેશભરમાં બિન-આવશ્યક દુકાનો, જિમ અને હેરડ્રેસરની સાથે બહાર ખુલ્લામાં દારૂ તથા ભોજન પીરસતા પબ અને રેસ્ટૉરન્ટ્સને આવતા સોમવાર તા. 12 એપ્રિલથી ફરીથી ખોલવા માટે મંજૂરી આપવામાં આવી છે.

Read More...
અમેરિકામાં કોરોનાના ભારતીય “ડબલ મ્યૂટન્ટ”ના કેસ મળી આવ્યા

ભારતમાં હાલમાં વકરેલા કોરોના વાઈરસનાં “ડબલ મ્યૂટન્ટ” સ્ટ્રેઈન્સ (બેવડાં જનીનિક પરિવર્તન)નો પ્રથમ કેસ અમેરિકાનાં સાન ફ્રાન્સિસ્કો બે એરિયામાં નોંધાયો છે. સ્ટાન્ફોર્ડ હેલ્થ કેસ ક્લીનિકલ વાયરોલોજી લેબોરેટરીમાં દર્દીના નિદાનમાં “ડબલ મ્યૂટન્ટ” સ્ટ્રેઈન મળી આવ્યું છે.

Read More...
જ્યુડિશીયરીમાં વ્યાપક રેસિઝમ, નકારવાની વૃત્તિ

ગયા વર્ષના ખુલાસા પછી, અમે ન્યાયતંત્રને પડકારીએ છીએ કે તે સાબિત કરે કે તે સંસ્થાગત રીતે જાતિવાદી નથી
પોતે સંસ્થાકીય રીતે જાતિવાદી હોવાનું સ્વીકારવામાં ન્યાયતંત્ર મેટ પોલીસ કરતાં 20 વર્ષ પાછળ છે. આવો આકરો આરોપ કેટલાક દક્ષિણ એશિયન, શ્યામ અને શ્વેત ન્યાયાધીશોએ પોતાના નામ સાથે અને નામ વગર લગાવ્યો છે.

Read More...
રાફેલ સોદામાં ફ્રેન્ચ કંપનીએ ભારતમાં 1.1 મિલિયન યુરોની કટકી આપ્યાના અહેવાલોથી હોબાળો

ફ્રાન્સની એક ન્યૂઝ વેબસાઈટ, મીડિયા-પાર્ટે ફરી એકવાર રાફેલ યુદ્ધ વિમાનોના સોદામાં એક ભારતીય વચેટિયાને કટકી ચૂકવાયાના અહેવાલો આપ્યા છે. આ અહેવાલમાં કેટલાક અન્ય સવાલો પણ રજૂ કરાયા છે.

Read More...
ગુજરાતમાં લવજેહાદ વિરુદ્ધ કડક પગલાઃ ફોસલાવી લગ્ન-ધર્માંતર કરાવનારને જેલ

ગુજરાત વિધાનસભામાં ગુરુવારે લહ જેહાદ વિરુદ્ધ ખરડો પસાર કરવામાં આવ્યો હતો. આવો ખરડો પસાર કરનારું ગુજરાત ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ ભારતનું ત્રીજું રાજ્ય બન્યુ છે.

Read More...
બ્રિટનના અડધા લોકો પાસે કોવિડ એન્ટિબોડીઝ

ઑફિસ ઑફ નેશનલ સ્ટેટિસ્ટિક્સના અંદાજ પ્રમાણે બ્રિટનમાં વસતા અડધા લોકોમાં ચેપ અને રસીકરણના કરણે કોવિડ-19 સામેના એન્ટિબોડીઝ ડેવલપ થઇ ગયા છે.

Read More...
રેસ રિપોર્ટ જાહેર: યુકેમાં વંશીય લઘુમતીઓ સામે ઇરાદાપૂર્વક સખ્તાઇ કરાતી નથી

ધ કમિશન ઓન રેસ એન્ડ એથનિક ડીસ્પેરીટીઝે જણાવ્યું હતું કે લોકોનું જીવન કેવી રીતે આગળ વધે છે તે માટે તેની જાતી કરતાં કૌટુંબિક બંધારણ અને સામાજિક વર્ગની મોટી અસર પડે છે તેમજ લઘુમતી વંશીય સમુદાયોના બાળકોએ શ્વેત વિદ્યાર્થીઓ કરતાં વધુ સારી કામગીરી બજાવી હતી.

Read More...
વંશીય જૂથોના અપૂરતા રસીકરણથી દેશમાં મોટા પ્રમાણમાં કોવિડ ચેપ અને મૃત્યુનું જોખમ

કેટલાક પાકિસ્તાની, બાંગ્લાદેશી અને શ્યામ વર્ણના લોકો રસીકરણથી દૂર રહેતા હોવાથી દેશમાં મોટા પ્રમાણમાં કોવિડ ચેપ અને મૃત્યુનું જોખમ ડોક્ટર્સ અને નિષ્ણાતો દ્વારા જોવામાં આવી રહ્યું છે.

Read More...
બાઇડેને ટ્રમ્પકાળનો એચ-1બી વીઝા પ્રતિબંધ ઉઠાવી લેતાં ભારતીયોને રાહત

પ્રેસિડેન્ટ બાઇડેને ટ્રમ્પશાસનમાં લદાયેલો એચ-1બી વીઝા સહિત વિદેશી કર્મચારીઓ માટેનો વીઝા પ્રતિબંધ ઉઠાવી લેતાં હજારો ભારતીય આઇટી કર્મચારીઓને રાહત થશે.

Read More...
પાકિસ્તાનનો યુ-ટર્નઃ ભારતમાંથી કપાસ અને ખાંડની આયાત નહીં કરે

પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે સ્થાનિક સ્તર પર થઈ રહેલા વિરોધ સામે ઝૂકી જઈ ભારતમાંથી કપાસ અને ખાંડની આયાત કરવાના નિર્ણયને ગુરુવારે માત્ર એક દિવસમાં પલટી નાખ્યો હતો.

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
ભારતમાં 2020માં વિશ્વમાં સૌથી વધુ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન થયા

ભારતમાં વર્ષ 2020માં ઓનલાઈન (ડિજિટલ) પેમેન્ટના કુલ 25.5 બિલિયન ડોલરના ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા, જે વિશ્વના કોઇપણ દેશમાં થયેલા ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરતાં સૌથી વધુ છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનના મુદ્દે ભારતે ચીન-અમેરિકા જેવા દેશોને પણ પાછળ રાખી દીધા હતા.

Read More...
ભારતના પ્રથમ યુનિકોર્ન ઇનમોબીની અમેરિકામાં IPOની યોજના

વિશ્વભરમાં મોબાઇલ એડવર્ટાઇઝિંગ સર્વિસિસ પૂરી પાડતી ભારતના પ્રથમ યુનિકોર્ન સ્ટાર્ટ અપ ઇનમોબીએ એક બિલિયન ડોલર એકત્ર કરવા આ વર્ષના અંત સુધીમાં અમેરિકામાં આઈપીઓ કરવાની યોજના બનાવી છે,

Read More...
વિઝા ઇન્ક ક્રિપ્ટોકરન્સીથી પેમેન્ટને મંજૂરી આપશે

વિઝા ઇન્કે સોમવારે જણાવ્યું હતું કે કંપની તેના પેમેન્ટ નેટવર્ક પર ટ્રાન્ઝેક્શનના સેટલમેન્ટ માટે ક્રિપ્ટોકરન્સી યુએસડી કોઇનના ઉપયોગને મંજૂરી આપશે.

Read More...
ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ ઇ-કોમર્સ કંપનીમાં હિસ્સો ખરીદશે

ઇન્ફોસિસના સહ-સ્થાપક એનઆર નારાયણમૂર્તિએ શરૂ કરેલી પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ કંપની કેટમરાન ઇ-કોમર્સ કંપની ઉડાનમાં હિસ્સો ખરીદવાની મંત્રણા કરી રહી છે, એમ આ ગતિવિધિથી માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું.

Read More...
દેવાદાર અનિલ અંબાણીએ વધુ એક સંપત્તિ રૂ.1200 કરોડમાં વેચી

દેવાદાર અનિલ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે મુંબઇમાં સાંતાક્રૂઝ ખાતે આવેલું પોતાનું હેડક્વાર્ટર યસ બેન્કને રૂ.1200 કરોડ રૂપિયામાં વેચ્યું છે.

Read More...
  Entertainment

ઇરફાન ખાનનું મરણોત્તર સન્માન

બોલીવૂડના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત અભિનેતા ઇરફાનખાનને તેમના નિધન પછી એક અનોખું સન્માન મળ્યું છે. તાજેતરમાં ૩૨મા પ્રોડયુસર્સ ગિલ્ડ ઑફ અમેરિકા (પીજીએ) એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મેમોરિયલ સેગમેન્ટમાં ઇરફાનખાનને મરણોત્તર સન્માન જાહેર કરાયું છે.

Read More...

આશા ભોંસલેને વધુ એક સન્માન

પીઢ ગાયિકા અને સ્વ. આરડી બર્મનનાં પત્ની આશા ભોંસલેને આજ દિન સુધીમાં અનેક પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન મળી ચૂક્યા છે.

Read More...

કપિલ શર્માના શોની નવી વાતો

ભારતીયોમાં લોકપ્રિય બનેલા કોમેડી શો- ધ કપિલ શર્મા શો અંગેની નવી વાતો બહાર આવી છે.આ શો ફેબ્રુઆરી મહિનામાં બંધ થયો હતો અને કપિલ શર્મા હવે નવી સીઝનની સાથે આ શો કમબેક કરશે.

Read More...

મોંઘેરો શાહરુખ ખાન

લાંબા સમય પછી શાહરુખ ખાન ફિલ્મોમાં સક્રિય થયો છે, તેણે ‘પઠાણ’ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. એવું કહેવાય છે કે, શાહરુખે આ ફિલ્મ માટે નિર્માતા પાસેથી અધધધ મહેનતાણુ લીધું છે.

Read More...

સલમાનથી શરમાઇ મૌની!!!!

મૌની રોય હંમેશા સોશિયલ મીડિયામાં સક્રિય રહે છે, તે તેના ફેન્સ માટે પોતાના ફોટોગ્રાફ્સ અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store