Indian actor Irrfan Khan attends a photocall on day three of the 14th annual Dubai International Film Festival held at the Madinat Jumeriah Complex on December 8, 2017 in Dubai, United Arab Emirates. (Photo by Vittorio Zunino Celotto/Getty Images for DIFF)

બોલીવૂડના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત અભિનેતા ઇરફાનખાનને તેમના નિધન પછી એક અનોખું સન્માન મળ્યું છે. તાજેતરમાં ૩૨મા પ્રોડયુસર્સ ગિલ્ડ ઑફ અમેરિકા (પીજીએ) એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મેમોરિયલ સેગમેન્ટમાં ઇરફાનખાનને મરણોત્તર સન્માન જાહેર કરાયું છે. ઇરફાનખાને હોલીવૂડની ઘણી ફિલ્મોમાં યાદગારી અભિનય આપીને પોતાની એક અનોખી છાપ દર્શકોમાં ઊભી કરી હતી. તેમણે ધ અમેઝિંગ સ્પાઇડર મેન, લાઇફ ઓફ પાઇ, ઇન્ફર્નો, જ્યુરાસિક વર્લ્ડ અને પઝલ જેવી ઇંગ્લિશ ફિલ્મોમાં કામ કર્યું હતું. ઉપરાંત તેમની બે ફિલ્મો સલામ બોમ્બે અને ધ લંચ બોક્સ ઓસ્કારમાં નોમિનેટ થઇ હતી. ઇરફાનખાનનું અવસાન ગત વર્ષે ૨૯ એપ્રિલે કોલોન ઇન્ફેકશનથી થયું હતું. તેઓ ૫૩ વર્ષના હતા. વર્ષ ૨૦૧૮માં તેમને ન્યૂરો ઇંડોક્રાઇન ટયૂમર હોવાનું બહાર આવ્યું હતું. વધુમાં તેમને પાન સિંહ તોમર ફિલ્મ માટે રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.