Kapil Sharma tried his luck in music videos as a singer
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

ભારતીયોમાં લોકપ્રિય બનેલા કોમેડી શો- ધ કપિલ શર્મા શો અંગેની નવી વાતો બહાર આવી છે.આ શો ફેબ્રુઆરી મહિનામાં બંધ થયો હતો અને કપિલ શર્મા હવે નવી સીઝનની સાથે આ શો કમબેક કરશે. આ અંગે કપિલ શર્મા કહે છે કે, તે ક્રિએટિવ ટીમમાં નવી વ્યક્તિઓને સામેલ કરવા ઇચ્છે છે. આ શોમાં ઓલરેડી કૃષ્ણા અભિષેક, કિકુ શારદા, ભારતી સિંઘ, સુમોના ચક્રવર્તી, ચંદન પ્રભાકર અને અર્ચના પૂરણ સિંઘ છે.

હવે આ શોની આગામી સીઝનમાં વધુ કલાકારો અને લેખક જોડાશે. કપિલે જણાવ્યું હતું કે, ‘હું ‘ધ કપિલ શર્મા શો’માં નવી ટેલેન્ટ-એક્ટર્સ અને રાઇટર્સને આવકારવા માટે એક્સાઇટેડ છું. એકસરખા માઇન્ડસેટ અને ટેલેન્ટેડ વ્યક્તિઓને મળવા માટે આતુર છું કે જેમનામાં લોકોને મનોરંજન આપવાનો યોગ્ય જુસ્સો છે.’