(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

મૌની રોય હંમેશા સોશિયલ મીડિયામાં સક્રિય રહે છે, તે તેના ફેન્સ માટે પોતાના ફોટોગ્રાફ્સ અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં મૌની રોય અને સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયો છે. જેમાં મૌનીને સલમાન સાથે ડાન્સ કરવાનું કહેવામાં આવી રહ્યું છે, જેના માટે મૌની ઇન્કાર કરે છે અને શરમાઈ જાય છે. એટલે તેના ચાહકોને આશ્ચર્ય થાય છે કે, જે યુવક-યુવતીઓ સલમાનને મળવા માટે આતુર હોય છે, તે મૌની રોય તેની સાથે ડાન્સ કરવાનો કેવી રીતે ઇન્કાર કરી શકે.

મૌની રોય અત્યારે તેના નવા ગીત પતલી કમરીયા…ને કારણે ચર્ચામાં છે. લોકોને તેનું આ ગીત ખૂબ જ ગમ્યું છે. પરંતુ આ દરમિયાન, મૌનીના લગ્નની ખબર પણ મળી રહી છે. કહેવાય છે કે તે ટૂંક સમયમાં જ લગ્ન કરશે. તેના પરિવારજનો તેમના બોયફ્રેન્ડ સૂરજ નાંબિયારના માતા-પિતાને પણ મળ્યા છે..મૌની રોય થોડા સમયમાં બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન પણ છે. અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’થી તેણે બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. તે સલમાન ખાન સાથે ફિલ્મ ‘રાધે’માં દેખાશે.