ધ કમિશન ઓન રેસ એન્ડ એથનિક ડીસ્પેરીટીઝે જણાવ્યું હતું કે લોકોનું જીવન કેવી રીતે આગળ વધે છે તે માટે તેની જાતી કરતાં કૌટુંબિક બંધારણ અને સામાજિક વર્ગની મોટી અસર પડે છે તેમજ લઘુમતી વંશીય સમુદાયોના બાળકોએ શ્વેત વિદ્યાર્થીઓ કરતાં વધુ સારી કામગીરી બજાવી હતી.
યુ.એસ.માં જ્યોર્જ ફ્લોયડની હત્યાથી ઉશ્કેરાયેલા લોકો દ્વારા દેશભરમાં શરૂ કરાયેલા બ્લેક લાઇવ્સ મેટરના જાતિવાદ વિરોધી વિરોધ પ્રદર્શન બાદ આ કમિશનની સ્થાપના કરવામાં આવી હતી. રનીમેડ ટ્રસ્ટ થિંક ટેન્કે જણાવ્યું હતું કે અહેવાલ દ્વારા તેમને “નીચાજોણું” કરાવ્યું હતું.
કમિશનના મુખ્ય તારણો આ મુજબ હતા:
·         વંશીય-લઘુમતી સમુદાયોના બાળકોએ ફરજિયાત શિક્ષણમાં શ્વેત વિદ્યાર્થીઓ કરતા સારો દેખાવ કર્યો હતો. માત્ર શ્યામ કેરેબિયન વિદ્યાર્થીઓના એકમાત્ર જૂથે ઓછું સારું પ્રદર્શન કર્યું હતું.
·         શિક્ષણમાં આ સફળતાએ છેલ્લાં 50 વર્ષમાં બ્રિટીશ સમાજના બધા લોકો માટે ઘણી મોટી તકોમાં પરિવર્તિત કર્યું છે.
·         તમામ વંશીય લઘુમતીઓ અને શ્વેત બહુમતી વસ્તી વચ્ચેના પગારનું અંતર માત્ર 2.3 ટકા રહ્યું છે. જ્યારે 30 વર્ષથી ઓછી ઉંમરના કર્મચારીઓમાં તે ભાગ્યે જ જોવા મળ્યું હતું.
·         લો અને મેડીસીન જેવા વ્યવસાયોમાં વિવિધતા વધી છે.
·         પરંતુ કેટલાક સમુદાયોને ઐતિહાસિક જાતિવાદ દ્વારા નિશાન બનાવવાનું ચાલુ રખાયું છે, જે “ગાઢ અવિશ્વાસ” પેદા કરે છે અને સફળતામાં અવરોધરૂપ બની શકે છે.
·         કમિશનના અહેવાલમાં એવું તારણ કાઢ્યું છે કે યુકે હજી સુધી “પોસ્ટ રેસિયલ દેશ” નથી.
કમિશનના અધ્યક્ષ, એજ્યુકેશન કન્સલ્ટન્ટ અને ભૂતપૂર્વ ચેરિટી બોસ ટોની સીવેલે અહેવાલમાં જણાવ્યું છે કે “હવે આપણે એ બ્રિટનને જોઈ શકતા નથી જ્યાં વંશીય લઘુમતીઓ સામે ઇરાદાપૂર્વક સખ્તાઇ કરવામાં આવે છે.’’
અહેવાલમાં પુરાવા મળ્યા છે કે ભૂગોળ, પારિવારિક પ્રભાવ, સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિ, સંસ્કૃતિ અને ધર્મ જેવા પરિબળોએ “જાતિવાદના અસ્તિત્વ કરતાં જીવનની તકો પર વધુ નોંધપાત્ર અસર” કરી છે. અમે જાતિવાદની વાસ્તવિકતાને ગંભીરતાથી લઈએ છીએ અને અમે યુકેમાં તે વાસ્તવિક શક્તિ છે તેવું નકારતા નથી.”
અહેવાલ પ્રકાશિત થયા પછી બહાર પડાયેલા નિવેદનમાં વડા પ્રધાન બોરીસ જોન્સને કહ્યું હતું કે ‘’તે યોગ્ય છે કે મિનીસ્ટર્સ હવે તેની ભલામણોને વિગતવાર ધ્યાનમાં લેશે અને ભાવિ સરકારની નીતિના પ્રભાવોની આકારણી કરાશે. સંપૂર્ણ સરકાર બ્રિટનનું નિર્માણ કરવા અને જ્યાં પણ અસ્તિત્વ ધરાવે છે ત્યાં અસમાનતાને દૂર કરવા જરૂરી પગલાં લેવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.”
બીબીસી રેડિયો 4 ના ટુડે પ્રોગ્રામમાં બોલતા, ડૉ. સીવેલે કહ્યું હતું કે ‘’જ્યારે જાતિવાદના કાલ્પનિક પુરાવા છે, ત્યાં બ્રિટનમાં “સંસ્થાકીય જાતિવાદ” હોવાનો કોઈ પુરાવો નથી. કોઈએ નકારી કાઢ્યુ નથી અને કોઈ એમ પણ નથી કહેતું કે જાતિવાદ અસ્તિત્વમાં નથી. અમને આના કાલ્પનિક પુરાવા મળ્યાં છે. જોકે, વાસ્તવિક સંસ્થાકીય જાતિવાદના પુરાવા છે? ના, તે ત્યાં નહોતા. સંસ્થાકીય જાતિવાદ શબ્દ કેટલીક વાર ખોટી રીતે લાગુ પડે છે.’’
258 પાનાના આ અહેવાલમાં 24 ભલામણો કરવામાં આવી છે જે પૈકીની મુખ્ય નીચે મુજબની છે :
·         રોગચાળા દરમિયાન ચૂકી જવાયેલા શિક્ષણમાં સહાય માટે, વંચિત વિસ્તારોથી વિસ્તૃત શાળાના વર્ગો શરૂ કરવા.
·         વંચિત બેકગ્રાઉન્ડના બાળકોને યુનિવર્સિટીના આઉટરીચ પ્રોગ્રામ્સ દ્વારા ભંડોળ પૂરું પાડતી શાળાઓમાં સારી ગુણવત્તાની કારકિર્દી સલાહની સુવિધા હોવી જોઈએ.
·         અમુક સમુદાયોમાં વિદ્યાર્થીઓ શા માટે સારું પ્રદર્શન કરે છે તે માટે વધુ સંશોધનની જરૂર છે, જેથી બધા બાળકોને સફળ થવા માટે તેની નકલ કરી શકાય.
·         BAME (બ્લેક, એશિયન, માઇનોરીટી, એથનિક) શબ્દપ્રયોગનો ઉપયોગ હવે થવો જોઈએ નહીં કારણ કે જૂથો વચ્ચેના તફાવતો એટલા જ મહત્વપૂર્ણ છે જેટલા તેઓ સામાન્ય છે.
·         સંગઠનોએ અજાણતા થતું પૂર્વગ્રહયુક્ત તાલીમ આપવાનું બંધ કરવું જોઈએ, સરકાર અને નિષ્ણાતો દ્વારા કાર્યસ્થળની સમાનતાને વધારવામાં સહાય માટે સંસાધનો વિકસાવવા જોઈએ.

ડૉ. ચાંદ નાગપૌલ, BMA ચેર ઓફ કાઉન્સિલ

માળખાકીય જાતિની અસમાનતા આપણા ઘણા નાગરિકોના પરિણામો અને જીવનની તકોને અસર કરતું મુખ્ય પરિબળ નથી એવી દલીલને BMA દ્વારા નકારી કાઢવામાં આવી છે. લેખકોએ એવી દલીલ કરી હતી કે ભૂગોળ, પારિવારિક પ્રભાવ, સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિ, સંસ્કૃતિ અને ધર્મ જેવા પરિબળો જાતિવાદના અસ્તિત્વ કરતાં જીવનની તકો પર વધુ નોંધપાત્ર અસર કરે છે. જે વાસ્તવિકતાને અવગણશે તેવું લાગે છે, કારણ કે આ પરિબળો કેટલીક વંશીય લઘુમતીઓને અપ્રમાણસર અસર કરે છે. આંકડા ખૂબ જ ચોંકાવનારા છે.

“આ અહેવાલમાં આ મૂળભૂત ખામી છે, જે સ્વીકારવામાં નિષ્ફળ જાય છે કે મૂળ માળખાકીય અસમાનતાઓને લીધે ઘણા વંશીય લઘુમતીઓ આરોગ્યના સામાજિક માપદંડ દ્વારા વધુ પ્રભાવિત થયા છે. આ અહેવાલમાં કામના સ્થળે વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિવાળા ઘણા લોકોના નકારાત્મક અનુભવોને પણ ચૂકી જવાયા છે.

લોર્ડ જીતેશ ગઢીયા

દુર્ભાગ્યપૂર્ણ છે કે કમિશન ઓન રેસ એન્ડ એથનિક ડિસ્પેરીટીઝનો અહેવાલ વિવાદાસ્પદ બની ગયો છે. તેનો મૂળ હેતુ વિભાજનને મટાડવાનો હતો. 258 પાનાના અહેવાલમાં મીડિયા દ્વારા રિપોર્ટિંગ કરાયેલા સૂચનો કરતા વધુ સંવેદનશીલ 24 વિશિષ્ટ ભલામણો શામેલ છે. પણ તે રચનાત્મક અને વ્યવહારિક પાસાં રેસીઝમની ચર્ચામાં ખોવાઈ ગયા છે. અહેવાલે સ્વીકાર્યું છે કે જાતિવાદ હજી પણ એક મહત્વપૂર્ણ તત્વ છે જે તકની સમાનતાને પાછળ રાખે છે પરંતુ અંતર્ગત કારણોની વધુ સર્વગ્રાહી રીતે તપાસ કરે છે.

ઑફિસ ફોર હેલ્થ ડિસ્પેરીટીઝની રચના, સ્ટોપ એન્ડ સર્ચની સુધારણા માટે તાલીમ અને ટેકનીકનો ઉપયોગ; અને ‘મેકિંગ ઓફ મોર્ડન બ્રિટન’ વિષેના વધુ સારા શિક્ષણ સંસાધનો દ્વારા શાળાના અભ્યાસક્રમને અપડેટ કરવા માટે ઘણા મદદરૂપ સૂચનો કરાયા છે. રેસીઝમને દોષારોપણ કે સંસ્કૃતિ યુદ્ધ દ્વારા નહીં પણ વધુ સુસંગત સમાજ દ્વારા તકની સમાનતાને વ્યવસ્થિત રીતે સંબોધિત કરીને દૂર કરી શકાશે. હું આશા રાખું છું કે ચર્ચાના તમામ પક્ષો પરિવર્તન માટેના આ સકારાત્મક એજન્ડાને પાર પાડવા એક સરસ મેદાન શોધી શકશે.

પ્રોફેસર બિન્ના કંડોલા, બિઝનેસ સોયકોલોજીસ્ટ અને પેરન કંડોલાના સહ-સ્થાપક

જે અહેવાલ સામે આવ્યો છે એ સૌથી મોટી રિફ્રેમિંગ કવાયત છે. તેમાં કહેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે બ્રિટીશ સમાજમાં જાતિ અને જાતિવાદ વિશેના આપણા મંતવ્યો અનિચ્છનીય, અતિસંવેદનશીલ અને પ્રગતિના અવરોધમાં છે. તેમાં જ આ રીફ્રેમિંગ કસરત મદદરૂપ થઈ શકે છે, તે વર્તમાન ઉદાહરણો પર પ્રકાશ પ્રગટાવશે અને વૈકલ્પિક દ્રષ્ટિકોણ અને સંભવિત ઉકેલો લાવી શકે છે. આ ફક્ત ત્યારે જ થઈ શકે છે જો આપણે બધા ડેટાસેટને સમજીએ. કમિશને દુર્ભાગ્યે તેના પોતાના પક્ષપાત અને તથ્યો અને પુરાવા પ્રત્યેની પોતાની ચિંતાનો અભાવ દર્શાવ્યો છે. કમિશન એવી છાપ આપે છે કે કોઈ ડેટા એકત્રિત કરવામાં આવે તે પહેલાં તેણે તેના નિષ્કર્ષો ઘડ્યા હતા. સ્વતંત્ર તપાસ થવાને બદલે, તથ્યોને નજરઅંદાજ કરાયા છે.

સુંદર કટવાલા દ્વારા, બ્રિટીશ ફ્યુચરના ડિરેક્ટર

બ્રિટનને જરૂર છે રેસ વિશે વાતચીત કરવાની છે, રાડારાડની નહીં. તેથી કમિશન ઓન રેસ એન્ડ એથનિક ડિસ્પેરીટીઝ અંગેની જાહેર ચર્ચાની ભાગ્યે જ સારી શરૂઆત થઈ છે. ટોની સીવેલના ઇન્ટરવ્યુ કરતા રિપોર્ટમાં જ સંસ્થાકીય અસમાનતાના નોંધપાત્ર પુરાવા જણાયા છે. આયોગે રેસની ચર્ચાની નિશ્ચિતરૂપે નિંદા કરી નથી.

તેનો 264 પાનાનો રીપોર્ટ 2021માં બ્રિટનમાં રેસની વિસ્તૃત રજૂઆત કરવાનો પ્રયાસ કરતો નથી. તેમાં જીપ્સી, રોમા અને ટ્રાવેલર સમુદાયો વિષે પણ કંઈ નથી – જે ખરેખર શિક્ષણમાં સૌથી વંચિત જૂથ છે. બ્રિટિશ મુસ્લિમો એવું લઘુમતી જૂથ છે જેને મોટાભાગના પૂર્વગ્રહનો સામનો કરવો પડે છે. કોર્ટ સિસ્ટમ અને ઇમિગ્રેશન સિસ્ટમમાં રેસની ભૂમિકાને ધ્યાનમાં લેવામાં આવી હતી. આશ્ચર્યજનક વાત એ છે કે, 2020 ના દાયકામાં સૌથી મોટી લઘુમતી ‘જૂથ’ બનનાર મિક્સ રેસ બ્રિટનના ઉદભવનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

જ્યારે રેસ ડીબેટ જોર પકડશે ત્યારે બ્રિટિશ એશિયન દ્રષ્ટિકોણ એક બાજુ થઈ શકે છે. બ્રિટીશ ફ્યુચરના સંશોધનથી જાણવા મળ્યું છે કે બ્રિટીશ એશિયનો જાતિ પર સંતુલન ધરાવતા હોય છે: 39% લોકો બ્રિટનને વ્યવસ્થિત રીતે જાતિવાદી તરીકે જુએ છે અને 31% અસંમત છે. બ્લેક બ્રિટિશ લોકો પૈકી 56% અને શ્વેતના 28 ટકા લોકોને તે લેબલ યોગ્ય લાગે છે.

કમિશનના ટીકાકારો સંસ્થાકીય જાતિવાદ વિશે વધુ મજબૂત ભાષા સાંભળવા માગે છે, પરંતુ તેને બદલવા માટે તેને કેન્દ્રિત એજન્ડાની જરૂર છે. પોલિસીંગ ચેપ્ટર એ કમિશનના રિપોર્ટનો સૌથી મજબૂત વિભાગ છે. ઓછી વાતો અને વધુ પગલા લેવા તે જ બદલાવની રીત છે.

સાદિક ખાન, લંડનના મેયર

આપણા સમાજને માળખાકીય જાતિવાદ સાથે ગંભીર મુદ્દાઓ નથી તે એ બધા લોકો માટે સમજવું મુશ્કેલ છે કે જેઓ તેનો સામનો કરી રહ્યા છે અને જેમનું જીવન તેના દ્વારા અસ્પષ્ટ થઈ ગયું છે. આપણે દેશમાં શ્યામ, એશિયન અને લઘુમતી વંશીય લોકોના જીવંત અનુભવને સ્વીકારવા અને સાંભળવાની જરૂર છે, જેથી આપણે અવરોધોને તોડવા અને આપણા સમાજને દરેક માટે વધુ સમાન બનાવવા માટે સાર્થક પગલાં લઈ શકીએ.

પ્રીત કૌર ગિલ, એમપી એજબસ્ટન

કોવિડ-19થી બ્લેક, એશિયન અને અન્ય વંશીય લઘુમતી લોકોનાં મોતની શક્યતા એ હકીકત દર્શાવે છે કે અસમાનતાની વાસ્તવિક સમસ્યા અસ્તિત્વમાં છે. મને ખરેખર ખબર નથી કે સરકાર અથવા કમિશને શું વિચાર્યું કે તેઓ શું પ્રાપ્ત કરશે. તે લગભગ આ મુદ્દાને ગેસલાઇટ કરે છે. સંસ્થાકીય જાતિવાદ અસ્તિત્વમાં નથી તે વિચાર વાસ્તવિક સમસ્યાઓ સ્વીકારવામાં નિષ્ફળતા છે.

લોર્ડ રેમી રેન્જર

દરેક બ્રિટીશ ભારતીયને આ અહેવાલ પર ગર્વ છે. તે દર્શાવે છે કે આપણો સમુદાય પૂર્વગ્રહ, જાતિવાદ અને કટ્ટરતાના પડકારો સામે કેવી રીતે ઉભરી આવ્યો છે, જે બ્રિટીશ સમાજના કેટલાક ભાગોમાં હજી પ્રચલિત છે. એકતા, નિષ્ઠા, સખત મહેનત જેવા મજબૂત ભારતીય કૌટુંબિક મૂલ્યોને શ્રેય જાય છે.

ભારતીયો બિનસાંપ્રદાયિક અને લોકશાહી દેશની પેદાશ છે જ્યાં સંવિધાનમાં જાતિ, ધર્મ અથવા લિંગને ધ્યાનમાં લીધા વિના બધા માટે સમાનતા શામેલ છે. માટે, વિશ્વની મોટાભાગની બ્લુચિપ કંપનીઓ હવે ભારતીયો દ્વારા સંચાલિત છે.

બ્રિટનમાં કોઈ સંસ્થાકીય જાતિવાદ નથી, તેમ રિપોર્ટ સૂચવે છે. દરેક પ્રકારના ભેદભાવ સામે કાયદા છે. જો કે, તે યાદ રાખવું યોગ્ય છે કે પૂર્વગ્રહ દરેક જગ્યાએ છે, અને આપણે તેને અવગણવો જ જોઇએ. અહેવાલમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે કે બ્રિટિશ ભારતીય સમુદાય સકારાત્મક શક્તિ બનીને કોઈ પણ જાતિવાદને દૂર કરી શકે છે. મહિલાઓ અને લઘુમતી જૂથો દ્વારા તકો સમાન રીતે વહેંચવામાં આવે છે તેની ખાતરી કરવા માટે બ્રિટન ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે.

પ્રોફેસર કલવંત ભોપાલ, પ્રોફેસર ઓફ એજ્યુકેશન એન્ડ સોશ્યલ જસ્ટીસ અને ડેયરેક્ટર ઓફ ધ સેન્ટર ફોર રિસર્ચ ઇન રેસ એન્ડ એજ્યુકેશન

અહેવાલમાં જણાવાયું છે કે સંસ્થાકીય જાતિવાદના કોઈ પુરાવા નથી, આ બંને ખતરનાક અને ભ્રામક છે. શિક્ષણ, લેબર માર્કેટ, ક્રિમીનલ જસ્ટીસ સીસ્ટમ, હેલ્થ ક્ષેત્રે સંસ્થાકીય જાતિવાદ કામ કેર છે અને તે સૂચવવા માટે પુરાવાઓના ઢગલા છે. વિદ્યાર્થીઓ રેસીઝમની નિયમિત જાણ કરે છે અને શિક્ષકો અને શિક્ષણવિદો પ્રમોશન માટે તેને વારંવાર અવગણે છે. તદુપરાંત, અન્ય વંશીય જૂથોના વિદ્યાર્થીઓની તુલનામાં શ્યામ છોકરાઓને નિશ્ચિત અને કાયમી એક્સક્લુઝનની સંભાવના છે. બ્રિટનમાં સમાનતા અસ્તિત્વમાં છે તે માટે ભ્રામક માહિતીનો ઉપયોગ કરાય છે પણ હકીકતમાં તે હોતી નથી.

પોપી જમાન, હેડ ઓફ સિટી મેન્ટલ હેલ્થ એલાયન્સ

લગભગ 10 સેકંડ સુધી હું મારી જાત, એક બ્રાઉન સ્ત્રી અને એક નેતા તરીકેના મારા અનુભવો પર શંકા કરું છું. તે જ માળખાકીય જાતિવાદ કરે છે. આપણા દેશમાં રેસ રિલેશન્સે લાંબી મજલ કાપવાની છે અને આ અહેવાલ અને તેનો અવાજ એ સંસ્થાઓનું એક ઉત્તમ ઉદાહરણ છે જે સિસ્ટમ્સનો ભેદભાવ રાખે છે. મારી દિકરીએ મને ગયા અઠવાડિયે કહ્યું હતું કે જ્યારે પણ હું બહાર જઉ છું ત્યારે તે ચિંતા કરે છે કે હું જાતિગત રીતે દુર્વ્યવહારનો ભોગ તો નથી બનતીને. શું દરેક બાળકે આ વિશે વિચારવું જોઈએ?