Government and Judiciary face each other on the issue of collegium system
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગયા વર્ષના ખુલાસા પછી, અમે ન્યાયતંત્રને પડકારીએ છીએ કે તે સાબિત કરે કે તે સંસ્થાગત રીતે જાતિવાદી નથી

એક્સક્લુઝીવ

  • બાર્ની ચૌધરી

પોતે સંસ્થાકીય રીતે જાતિવાદી હોવાનું સ્વીકારવામાં ન્યાયતંત્ર મેટ પોલીસ કરતાં 20 વર્ષ પાછળ છે. આવો આકરો આરોપ કેટલાક દક્ષિણ એશિયન, શ્યામ અને શ્વેત ન્યાયાધીશોએ પોતાના નામ સાથે અને નામ વગર લગાવ્યો છે. ગયા જુલાઇમાં ન્યાયતંત્રમાં રેસીઝમ અને બુલીઇંગ અંગેના અમારા અહેવાલ બાદ વિતેલા આઠ મહિનાની તપાસમાં, ગરવી ગુજરાતે ઘણા ન્યાયાધીશો સાથે વાત કરી હતી અને તેમનું કહેવું છે કે બાબતો ધીમે ધીમે ખરાબ થઈ રહી છે. તેઓ આરોપ લગાવે છે કે ન્યાયતંત્ર દ્વારા રેસીઝમની સંસ્કૃતિને છુપાવવામાં આવે છે. સ્થિતી એટલી ગંભીર છે કે ન્યાયાધીશો આત્મહત્યા અંગે વિચારી રહ્યા છે, ડિપ્રેસનની દવાઓ પર આધાર રાખે છે અને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરથી પીડાય છે.

કેટલાક સાથીદારો સામે રેસીઝમ અને બુલીઇંગના આરોપો કરવા બદલ હાંકી કાઢવામાં આવેલા ડિસ્ટ્રીક્ટ જજ ક્લેર ગિલ્હમ મિનિસ્ટ્રી ઓફ જસ્ટીસ વિરુદ્ધ સાત વર્ષની લડતને અંતે વ્હિસલ બ્લોઅર તરીકે જીત્યા હતા અને તેમને 2019માં પાછા કામ પર લેવાયા હતા.

ઇન્ડીપેન્ડન્ટ પોલીસ કમ્પલેઇન્ટ કમિશનના ભૂતપૂર્વ સભ્ય અને જજે કહ્યું હતુ કે ‘’ન્યાયતંત્ર આજે કહે છે કે કોઈ બુલીઇંગ કે રેસીઝમ નથી. તે ખરેખર તેના રેકોર્ડ્સનો નાશ કરે છે અને યોગ્ય તપાસ કરતું નથી. જ્યારે હું પોલીસ સાથે કામ કરતી હતી, ત્યારે તેવું નિવેદન આપવાનું કે ફરિયાદ લઇને તપાસ ન કરવી તે અસ્વીકાર્ય હતું. તેથી જ હું કહું છું કે ન્યાયિક તંત્ર હાલ એ તબક્કે નથી જ્યાં લગભગ 20 વર્ષ પહેલા પોલીસ હતી.”

બ્રેન્ટ નોર્થના લેબર એમપી, બેરી ગાર્ડિનરે ગરવી ગુજરાતને કહ્યું હતું કે, સંસ્થાકીય જાતિવાદના આરોપોથી તેઓ આશ્ચર્ય પામ્યા ન હતા, પરંતુ તેમણે ન્યાયિક કચેરીને કાર્યવાહી કરવા વિનંતી કરી, તેને ખરેખર નિંદાકારક ગણાવ્યું હતું.

દક્ષિણ એશિયાના એક જજે કહ્યું હતું કે “જે લોકો બારમાં અને સોલીસીટર્સ તરીકે બુલીઇંગ કરે છે તે જ લોકો પછી જજ બને છે. તો, તે વ્યક્તિત્વ ક્યાં જાય છે? તેઓ તેમની સાથે, તે પૂર્વગ્રહોને બેંચ પર લાવી રહ્યા છે, અને તેને જાળવી રહ્યા છે. પછી તે જ લોકોને અમર્યાદિત શક્તિ અને સમર્થન અપાય છે. આ પિરામિડ સંસ્થામાં તેઓ કંઈપણ કરી શકે છે, તેમનું રક્ષણ કરવામાં આવશે, અને તે ટાઇમ બોમ્બ છે.’’

આજે ગરવી ગુજરાત જાહેર કરે છે કે કઇ રીતે જજીસ:

  • જેઓ ફરિયાદ કરે છે તેમને ભોગ બનાવાય છે, છૂટા કરાય છે અને સમસ્યા તરીકે ગણવામાં આવે છે.
  • અનૌપચારિક અને શક્તિશાળી ‘સ્થાપીત’ નેટવર્ક દ્વારા ભદ્ર વર્ગમાં જોડાવા માટે પસંદ કરવામાં આવે છે.
  • જો તેઓ “એન્ટિ-ઇન્સ્ટોલમેન્ટ” બને કે રમત રમવાનો ઇન્કાર કરે તો બ્લેક લિસ્ટ કરાય છે.

ન્યાયપાલિકામાં કેવી સમસ્યા છે તે સ્વીકારવાનો લોર્ડ ચીફ જસ્ટિસે કેવી રીતે ઇનકાર કર્યો છે તેનો પણ અમે ખુલાસો કર્યો છે.

શ્રી પીટર હર્બર્ટ, જૂન 2020માં પાર્ટ ટાઇમ જજ અને રેકોર્ડર તરીકે નિવૃત્ત થયા. તેઓ બ્લેક સોસાયટી ઑફ લોયર્સના ભૂતપૂર્વ અધ્યક્ષ હતા. તેઓ મિનીસ્ટ્રી ઓફ જસ્ટીસને એમ્પલોયમેન્ટ ટ્રિબ્યુનલમાં લઈ ગયા છે. તેમણે જણાવ્યું હતું કે “જ્યારે ન્યાયપાલિકાને આક્ષેપોનો સામનો કરવો પડે છે કે વૈવિધ્યતાનો અભાવ છે, ત્યારે તેઓ લક્ષ્યોને અપનાવવાનો ઇનકાર કરે છે, અને તેઓ વંશવાદ માટે બાર અને લૉ સોસાયટીને દોષ આપે છે. તેમનો સામાન્ય મત એ છે કે ન્યાય રંગ જોઇ શકતો નથી.’’ જુલાઇમાં તેમના જાતિગત ભેદભાવ, બુલીઇંગ અને વિક્ટીમાઇઝેશનના કેસની સુનાવણી કરવામાં આવશે.

ગરવી ગુજરાતને સમજાયું હતું કે જે ન્યાયાધીશો ફરિયાદ કરે છે તેમને સમસ્યા ગણાય છે.

દક્ષિણ એશિયાના એક જજે કહ્યું હતું કે “જ્યારે તમે કોઇ બાબતને ઑપચારિક બનાવવાનો પ્રયત્ન કરો છો, ત્યારે તેઓ તમારા વિશે અફવાઓ ફેલાવે છે, અને તેઓ લોકોને સક્રિય રીતે તમારા વિશે ફરિયાદ કરવા માટે, કંઇ પણ બગાડવા માટે સક્રિય કરે છે.”

આવું જ ડિસ્ટ્રીક્ટ જજ ગિલહામ સાથે થયું હતું. તેમને સ્ટાફે કહ્યું હતું કે તેઓને ક્લેર સાથે કોઈ પણ સમસ્યાઓ અંગે ચર્ચા ન કરવા સૂચના આપવામાં આવી હતી.

જજ પીટર હર્બર્ટે કહ્યું હતું કે ગુંડાગીરી અને સતામણી સહન કરતા મારા સાથીઓનો અંગત ડેટા તેમના શ્વેત સાથીદારો સાથે શેર કરવામાં આવ્યો હતો અને તેમને એટલી હદે દુ:ખી કરવામાં આવ્યા હતા કે કેટલાક માનસિક રૂપે બીમાર થઈ ગયા હતા અને કેટલાકને વહેલા નિવૃત્તિ લેવી પડી છે.

2020માં પ્રકાશિત સરકારી આંકડા મુજબ માત્ર બે ટકા દક્ષિણ એશિયન અને એક ટકા શ્યામ સર્કિટ જજ છે. કાઉન્ટી કોર્ટમાં પણ હાલત ખરાબ છે, જ્યાં 628 ડિસ્ટ્રીક્ટ જજમાંથી ફક્ત 31 અથવા પાંચ ટકા સાઉથ એશિયન છે. પણ વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ અશ્વેત લોકોનું પ્રમાણ 14 ટકા છે.

જજીસની ભરતીમાં જ્યાં સુધી તમે યોગ્ય સામાજિક વર્તુળોમાં ન હોવ અથવા યોગ્ય સંપર્ક ન હોય ત્યાં સુધી તમે તક માટે ઉભા રહી શકતા નથી. એક કહ્યું હતું કે તમે જજીસની યાદી જુઓ અને તેમના કૌટુંબિક જોડાણો શોધી કાઢો. તમને ટૂંક સમયમાં જ ખબર પડી જશે. એક જજે જાહેર કર્યું હતું કે “સંખ્યાઓ બતાવવા માટે શ્યામ અથવા એશિયન ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવે છે, જેથી તેમના પર જાતિવાદનો આરોપ ન લાગે.

એક અશ્વેત જજે આરોપ લગાવતા કહ્યું હતું કે “અમે નવા ક્વોલિફાઇડ બેરિસ્ટર્સ અને વકીલો સાથે ડીનર કરી રહ્યા હતા. ત્યારે એક યુવાન એશિયને ન્યાયતંત્રમાં વંશીય વિવિધતા અંગે વાત કરી હતી. તે વખતે જજીસે તે કેટલો અદભૂત, પ્રેરણાદાયક અને સાચો હતો તેની વાતો કરી હતી. પરંતુ ડીનર દરમિયાન, તેમણે તેની મજાક ઉડાવી, તેના ઉચ્ચારોની નકલ કરી હતી અને પ્રિન્સ હેરીની જેમ, તેમને ‘અમારો પા* મિત્ર’ કહેતા હતા. મારે તે ગળી જવું પડ્યું હતું પરંતુ તે ખૂબ જ અપમાનજનક હતું.”

બીજાએ કહ્યું હતું કે જજીસ તેમના કોમ્યુનલ રૂમ્સમાં લઘુમતી બેરિસ્ટર અને વકીલોને “બ્લેક બીચ અને બાસ્ટાર્ડ્સ” કહેતા હતા.

બે અઠવાડિયા પહેલા તા. 18 માર્ચના રોજ સર્કિટ જજ, કેલી કૌલે, જ્યુડીશીયલ સપોર્ટ નેટવર્ક શરૂ કર્યું હતું. જેની વેબસાઇટ પર ન્યાયતંત્રમાં નિમણુંક અને અન્ય તમામ પ્રકારની મદદ આપવામાં આવશે તેમ જણાવાયું છે.

જ્યુડિશિયલ ઑફિસના પ્રવક્તાએ કહ્યું હતું કે, “ન્યાયતંત્ર પાસે પહેલાથી જ તેનું મજબૂત સપોર્ટ મિકેનિઝમ છે. ત્યાં માર્ગદર્શકો, એચઆર સલાહકારો પ્રાદેશિક રીતે ઉપલબ્ધ છે, ન્યાયિક સંગઠનો, હેલ્પલાઈન્સ અને અન્ય સપોર્ટ જૂથો છે જે જજીસને ટેકો પૂરો પાડે છે.”

વર્ષની શરૂઆતમાં, લેસ્ટર ઇસ્ટના સાંસદ, ક્લાઉડિયા વેબ્બે, ન્યાયતંત્ર અને તેના ન્યાયાધીશો સાથેના વ્યવહાર વિશે શ્રેણીબદ્ધ લેખિત પ્રશ્નો પૂછ્યા હતા. તેમાં શિસ્તબદ્ધ કરાયેલા જજીસના વંશીય અને જેન્ડર બ્રેકડાઉનની માંગણી કરી હતી. જેના અનુસંધાને તા. 1 માર્ચના રોજ હોમ ઓફિસ અને જસ્ટીસ મિનીસ્ટર ક્રિસ ફિલ્પે જવાબ આપ્યો હતો કે “જ્યુડીશીયલ કન્ડક્ટ ઇન્વેસ્ટીગેશન ઓફિસ ફરિયાદી કે શિસ્તની કાર્યવાહીના વિષય હેઠળના જજીસની વિવિધતાની નોંધ લેતી નથી.” જે લોકો વહેલા નિવૃત્ત થાય છે અને જેઓ જાતિ અથવા અન્ય ભેદભાવના આધારે ફરિયાદો કરે છે તેમની વચ્ચે કોઈ જોડાણ છે કે કેમ તેને પણ સરકાર નોંધતી નથી.

પૂર્વ જજ, પીટર હર્બર્ટે કહ્યું હતું કે ‘’સમાનતા અને માનવાધિકાર આયોગ માટે ન્યાયતંત્રની તપાસ કરવાનો સમય આવી ગયો છે. મેક’ફેરસન તપાસના 20 વર્ષ પછી પણ લોર્ડ ચાન્સેલર, લોર્ડ ચીફ જસ્ટિસની આગેવાની હેઠળનું ન્યાયતંત્ર, પ્રમોશન, રીટેન્શન, એપોઇન્ટમેન્ટ કે અન્ય ફરિયાદોના રેકોર્ડ રાખતું નથી.”

ગયા જુલાઈમાં, બુલીઇંગ અને જાતિવાદના આરોપોના પુરાવા ગરવી ગુજરાત દ્વારા જસ્ટીસ સિલેક્ટ કમિટીને મોકલવામાં આવ્યા હતા. જે અંગે કમિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે છેલ્લા 12 મહિનામાં પ્રધાનો અને વરિષ્ઠ ન્યાયતંત્ર સાથે ન્યાયિક પ્રણાલીમાં વિવિધતા, તેમજ એવિડન્સ સેસન વગેરે અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. સમિતિ તે પ્રશ્નો ઉઠાવશે.”

પરંતુ બેરી ગાર્ડિનરે કહ્યું હતું કે પૂછપરછનો સમય પૂરો થઈ ગયો છે. જાતિવાદ વિશે “અપૂર્ણ અહેવાલો” આવ્યા છે અને “તેમને અભરાઇ પર મૂકી દેવાયા છે. હવે તેઓએ વ્હિસલ બ્લોઅર માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે, જેથી તે સમસ્યા તરીકે આપમેળે ન જોવાય.’’

જસ્ટીસ મિનીસ્ટ્રીએ ગરવી ગુજરાતને કહ્યું હતું કે રેસીઝમ અને બુલીઇંગના આરોપો અંગેના કોઈપણ પ્રશ્નો જ્યુડીશીયલ ઓફિસને પૂછાવા જોઇએ. સ્વતંત્ર ન્યાયતંત્ર દ્વારા તેના પોતાના સભ્યોની તપાસ કેવી રીતે કરવામાં આવે તે સરકાર નિર્ધારિત કરી શકતી નથી.’’

ગયા જુલાઈમાં ગરવી ગુજરાતે લોર્ડ ચિફ જસ્ટીસને પણ તારણોની તપાસ કરવા વિનંતી કરી હતી. પણ આજની તારીખમાં, ન તો તેમની ઑફિસ કે ન તો તેમણે સ્વીકાર્યું છે કે કોઈ સમસ્યા છે. તેના બદલે, તેઓ એ સમજવાનો ઇનકાર કરે છે કે અશ્વેત જજીસ શા માટે ઔપચારિક ફરિયાદ કરવામાં અસમર્થતા, ડર અને અનિચ્છા અનુભવે છે.

અમે જ્યુડીશીયલ ઓફિસને પૂછેલા પ્રશ્નો અંગે તેમના પ્રવક્તાએ કહ્યું હતું કે, “ન્યાયતંત્ર અનામી અને અસમર્થિત આરોપોનો જવાબ આપી શકશે નહીં. જ્યાં આક્ષેપો અથવા ફરિયાદો સીધી ન્યાયતંત્રને કરવામાં આવે છે તેની તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. ન્યાયતંત્ર એ સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે કે તેમનુ તંત્ર બુલીઇંગ અને કોઈપણ જાતની પજવણીથી મુક્ત હોય. ઔપચારિક ફરિયાદો જ્યુડીશીયલ કંડક્ટ ઇન્વેસ્ટીગેશન ઓફિસને થઇ શકે છે અને વ્હીસલ બ્લોઇંગની નીતિ તેના વિકાસના અંતિમ તબક્કામાં છે. જો જજીસ બુલીઇંગ, પજવણી, સતામણી અથવા સહકાર્યકરો અથવા અન્ય કોઈ તરફથી ગ્રીવીયન્સ સહન કરતા હોય તો તેની સ્વતંત્ર તપાસની જોગવાઈ છે.”

પરંતુ આ તે જ સિસ્ટમ છે જેની અશ્વેત જજીસ વિશ્વાસ કરી શકતા નથી. દક્ષિણ એશિયાના એક જજે કહ્યું કે, “જુઓ ક્લેર ગિલહામ સાથે શું થયું. શું તમે ખરેખર કોઈ બીજુ આવું કરે તેવી અપેક્ષા રાખશો? સમસ્યા વાસ્તવિક છે, અમે તેને બનાવી રહ્યા નથી,  પણ દરેક તેને અવગણવાનું પસંદ કરે છે.”

ઇંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડમાં જજીસને લગતી વિવિધ મીહિતી જોવા માટે ક્લીક કરો: https://datawrapper.dwcdn.net/kTOxA/1/

https://datawrapper.dwcdn.net/wU7ff/2/

https://public.flourish.studio/visualisation/5173608/

સંસ્થાકીય જાતિવાદ ન હોવાના અહેવાલ સામે રોષ

દક્ષિણ એશિયાના અને શ્યામ જજીસે પણ બ્રિટનમાં સંસ્થાકીય જાતિવાદ અસ્તિત્વમાં નથી તેવા સરકારના અહેવાલ પર ગુસ્સે થઇ પ્રતિક્રિયા આપી છે.

એકે જણાવ્યું હતું કે “તેઓએ અશ્વેત લોકોની એક પેનલ લીધી હતી જેની પાસે પહેલેથી જ સંસ્થાકીય જાતિવાદ હોવાનો ઇનકાર કરવા અંગેના રેકોર્ડ હતા. તેમણે અમને હરાવ્યા અને શ્વેત જજીસ માટે જાતિવાદ, જાતિવાદી ભાષા અને ભયંકર કૃત્યોથી છૂટકારો મેળવવાનું સ્વીકાર્ય બનાવ્યું છે. તેમણે તેમના સમુદાયો સાથે દગો કર્યો છે, અને, દુ:ખની ​​વાત છે કે તેમને તેનો ખ્યાલ પણ નથી. કોલોનીયલ ટાઇમની જેમ, તેમણે પોતાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે.”

દક્ષિણ એશિયાના એક જજે કહ્યું હતું કે “આ પ્રકારની ઇન્ક્વાયરી ન્યાયતંત્રમાં આપણા જીવનને દયાજનક બનાવે છે, તે ખૂબ જ ભયાનક છે. હવે  જ્યારે આપણે સંસ્થાકીય, પ્રણાલીગત અને માળખાગત જાતિવાદ વિશે ફરિયાદ કરીશું ત્યારે આપણને કહેવામાં આવશે કે આવી કોઈ વસ્તુ નથી.”