Vol. 3 No. 277 About   |   Contact   |   Advertise 3rd February 2022


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
ડાઉનિંગ સ્ટ્રીટની પાર્ટીઓ લીડરશીપ અને જજમેન્ટની નિષ્ફળતા: બોરિસ જોન્સને માફી માગી

વડા પ્રધાનના કાર્યાલય નંબર 10 ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે યોજાયેલી પાર્ટીઓ અંગે વરિષ્ઠ સિવિલ સર્વન્ટ સ્યુ ગ્રેએ ડાઉનિંગ સ્ટ્રીટમાં નિયમ ભંગ બદલ “નેતૃત્વની નિષ્ફળતા”ને જવાબદાર ઠેરવતા વડા પ્રધાન બોરિસ જૉન્સન પરની મુશ્કેલીઓ વધી ગઇ છે. આ અહેવાલને કારણે ઉદ્ભવેલા રાજકીય અને જાહેર ગુસ્સાએ જૉન્સનનું નેતા તરીકેનું સ્થાન જોખમમાં મૂક્યું છે.

Read More...
નિર્મલા સીતારામનનું એકંદરે નિરસ, નિરાશાજનક બજેટ

મંગળવારે (1 ફેબ્રુઆરી) ભારતના નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સંસદમાં દેશનું 2022-23 માટેનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં મોટા ભાગે બધી લાંબા ગાળાની યોજનાઓની મોટી મોટી વાતો સાથે દેશના કરમાળખા કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે કોઈ ખાસ જોગવાઈ કે રાહતો નહીં હોવાના કારણે બજેટ નિરસ અને નિરાશાજનક રહ્યું હતું.

Read More...
અરોરા બ્રધર્સ અને બોપારન પરિવારનો યુકેના 50 સૌથી મોટા કરદાતાઓમાં સમાવેશ

અગ્રણી એશિયન બિઝનેસમેન – ભાઈઓ સાયમન, બોબી અને રોબિન અરોરા – તેમજ રણજીત બોપારન અને તેમની પત્ની બલજિન્દરનો સમાવેશ યુકેના 50 સૌથી મોટા કરદાતાઓમાં કરાયો હોવાનો ધ સન્ડે ટાઈમ્સે અહેવાલ રજૂ કર્યો છે.

Read More...
ન્યૂ યોર્ક, બોસ્ટનમાં તોફાની હિમવર્ષાથી જનજીવન ખોરવાયું

અમેરિકાના પૂર્વના રાજ્યોમાં તાજેતરના વર્ષો સૌથી આકરા શિયાળામાં વાવાઝોડાની તીવ્રતા સાથે ‘સ્નો બોમ્બ’ (ભારે બરફવર્ષા) ની વ્યાપક અસર હેઠળ ઘણા રાજ્યોમાં કટોકટી લદાઇ છે.

Read More...
બજેટમાં આર્થિક વૃદ્ધિ માટે જંગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણની યોજના

ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મંગળવાર, 1, ફેબ્રુઆરીએ આગામી નાણાકીય વર્ષ માટે રૂ.39.45 ટ્રિલિયન (529.7 બિલિયન ડોલર)ના બજેટની જાહેરાત કરી હતી. બજેટમાં કોરોના મહામારીથી અર્થતંત્રને બેઠું કરવા માટે હાઇવે અને એફોર્ડેબલ હાઉસિંગ સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણમાં મોટો વધારો કરવામાં આવ્યો છે.

Read More...
ભાજપ રૂા. 4,847 કરોડની સંપત્તિ સાથે સૌથી ધનવાન પાર્ટી

ભાજપે 2019-20ના નાણાકીય વર્ષમાં રૂ.4,847.78 કરોડની સંપત્તિ જાહેર કરી છે, જે તમામ રાજકીય પક્ષોમાં સૌથી વધુ છે. બીએસપી રૂ.698.33 કરોડની સંપત્તિ સાથે બીજા અને કોંગ્રેસ રૂ.588.16 કરોડની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે, એમ ચૂંટણી સુધારાની તરફેણ કરતા સંગઠન એડીઆરના અહેવાલમાં જણાવાયું છે.

Read More...
ભારતીયો માટે કેનેડા જવાના નિયમો હળવા કરાયા

કેનેડાએ ભારતથી આવતા પ્રવાસીઓને કોવિડ-19 સંબંધિત ટેસ્ટીંગની જરૂરીયાતો હળવી કરતાં હવે બંને દેશો વચ્ચેનો પ્રવાસ સરળ બનશે. આવી કેટલીક જરૂરીયાતોને કારણે પ્રવાસીઓને વિવિધ પ્રક્રિયામાં અવરોધ ઊભો થતો હતો.

Read More...
ગુજરાતના 27 શહેરોમાં નાઇટ કરફ્યૂ 4 ફેબ્રુઆરી સુધી લંબાવાયો

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને શુક્રવાર, 28 જાન્યુઆરીએ યોજાયેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોનાની સ્થિતિની સમીક્ષા કરાયા બાદ રાજ્યના ૮ મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં નાઇટ કરફ્યૂનો અમલ 4થી ફેબ્રુઆરી સુધી યથાવત્ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

Read More...
ધંધુકામાં કિશન ભરવાડની હત્યાના વિરોધમાં ઠેર ઠેર દેખાવો

અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ગત મંગળવાર, (25 જાન્યુઆરી) કથિત હિન્દુવાદી યુવક કિશન ભરવાડની હત્યાથી સમગ્ર ગુજરાતમાં ચકચાર વ્યાપી હતી. હિન્દુવાદી સંગઠન સાથે સંકળાયેલા કિશન ભરવાડે સોશિયલ મીડિયા પર મૂકેલી એક પોસ્ટ બાદ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.

Read More...
ગાંધીજીની 74મી પુણ્યતિથિએ બાપુના ભીતચિંત્રનું અનાવરણ કરાયું

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવાર (30 જાન્યુઆરી)એ મહાત્મા ગાંધીજીની 74મી પુણ્યતિથિએ અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ હાઉસ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ભીંતચિત્રનું અનાવરણ કર્યુ હતુ.

Read More...

  Sports
રોહિત શર્મા ફિટ, વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં સુકાનીપદે

ભારતીય ક્રિકેટ બોર્ડે રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ આ મહિને વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે અને ટી-20 શ્રેણી માટેની ટીમની જાહેરાત કરી દીધી છે. ફિટ જાહેર થયેલો રોહિત શર્મા કેપ્ટન તરીકે રમશે.

Read More...
રાફેલ નડાલે ટેનિસ વિશ્વને ચોંકાવ્યું, વિમ્બલડન અને ટોક્યો ઓલિમ્પિકમાં નહીં રમે

20 વખત ગ્રાન્ડ સ્લેમ વિજેતા અને 2008 ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ વિનર રાફેલ નડાલે ગુરુવારે ટ્વીટર પર ચોંકાવનારી જાહેરાત કરી હતી કે તે આગામી ટોક્યો ઓલમ્પિક અને વિમ્બલ્ડન ચેમ્પિયનશિપમાં ભાગ નહીં લે.

Read More...
ઓસ્ટ્રેલિયન ઓપનમાં એશ્લી બાર્ટી મહિલા ચેમ્પિયન

ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ નંબર વન એશ્લી બાર્ટીએ ઓસ્ટ્રેલિયન ઓપન મહિલા સિંગલ્સ ટાઈટલ ગયા સપ્તાહે હાંસલ કર્યું હતુ. ફાઈનલમાં અમેરિકાની કોલિન્સને સીધા સેટમાં ૬-૩, ૭-૬ (૭-૨)થી હરાવી એશ્લિ ચેમ્પિયન બની હતી. બાર્ટી ૪૪ વર્ષમાં ઓસ્ટ્રેલિયન ઓપન જીતનારી સૌપ્રથમ ઓસ્ટ્રેલિયન મહિલા ખેલાડી બની છે.

Read More...
એશિયા કપ મહિલા હોકીમાં ભારતને બ્રોન્ઝ મેડલ

મસ્કતમાં રમાઈ ગયેલી એશિયા કપ મહિલા હોકી સ્પર્ધામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઊતરેલી ભારતીય મહિલા હોકી ટીમ ફક્ત બ્રોન્ઝ મેડલ જ હાંસલ કરી શકી હતી. ત્રીજા અને ચોથા સ્થાન માટેના જંગમાં ચીન સામે ભારતે ૨-૦થી વિજય મેળવી આશ્વાસનરૂપી છેલ્લો મેડલ મેળવ્યો હતો.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
 
 
  Business
એર ઈન્ડિયાનો નવો અવતાર, સફર સુખદ બનશે

ભારતમાં અને ભારતથી વિદેશોનો કે વિદેશીઓનો ભારત પ્રવાસનો અનુભવ હવે બદલાઈ શકે છે. ગત સપ્તાહે શુક્રવારે (28 જાન્યુઆરી) એક મહત્ત્વનો પ્રસંગ આ પરિવર્તનનો સાક્ષી બની રહ્યો છે. લગભગ 70 વર્ષ પહેલા ભારતના મોખરાના ઉદ્યોગ ગૃહોમાંના એક, ટાટા ગ્રુપે શરૂ કરેલી એરલાઈન, એર ઈન્ડિયા સરકારે તેની પાસેથી રાષ્ટ્રીયકરણના નામે હસ્તગત કરી લીધી હતી, તે 28 જાન્યુઆરી, 2022ના રોજ સંપૂર્ણપણે ફરી ટાટા ગ્રુપની માલિકીની અને તેના દ્વારા સંચાલિત એરલાઈન બની ગઈ છે.

Read More...
ગૂગલ ભારતી એરટેલમાં 1 બિલિયન ડોલરનું રોકાણ કરશે

ભારતની ટેલીકોમ કંપની ભારતી એરટેલમાં ટેકનોલોજી જાયન્ટ ગૂગલ એક બિલિયન ડોલર (આશરે રૂ. 7400 કરોડ)નું રોકાણ કરશે. ગૂગલ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ અને કોમર્શિયલ પાર્ટનરશીપના મિશ્રણ દ્વારા રોકાણ કરશે એવી જાહેરાત એરટેલે કરી છે.

Read More...
સ્પાઇસજેટને સમેટવાના આદેશ સામે ત્રણ સપ્તાહનો સ્ટે

સ્પાઇસ જેટને સમેટી લઇને તેનું લિક્વિડેશન કરવાના મુદ્રાસ હાઇ કોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટે ત્રણ સપ્તાહનો મનાઇહુકમ આપ્યો છે. ભારતની આ ખાનગી એરલાઇન્સે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે કંપની ક્રેડિટ સ્વીસ એજી સાથેના મુદ્દાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે. આ કેસ સ્વિત્ઝર્લેન્ડ સ્થિત ક્રેડિટ સ્વીસને 24 મિલિયન ડોલરના બાકી લેણા સંબંધિત છે.

Read More...
મોબાઇલ રીચાર્જની વેલિડિટી 28ની જગ્યાએ 30 દિવસની થશે

ટેલિકોમ નિયમનકારી ઓથોરિટી (ટ્રાઇ)એ પ્રીપેઇડ મોબાઇલ ગ્રાહકોની તરફેણમાં એક મોટો નિર્ણય કર્યો છે. ટ્રાઇએ શુક્રવારે તમામ ટેલિકોમ કંપનીઓને મોબાઇલ રિચાર્જની વેલિડિટી 28 દિવસની જગ્યાએ 30 દિવસ કરવાનો આદેશ આપ્યો છે. 1999ના ટેલિકમ્યુનિકેશન ઓર્ડરમાં ફેરફાર કરીને ટ્રાઇએ ગુરુવારે જણાવ્યું હતું કે દરેક ટેલિકોમ સર્વિસ કંપનીઓએ 30 દિવસની વેલિડિટી સાથે ઓછામાં ઓછું એક પ્લાન વાઉચર, એક સ્પેશ્યલ ટેરિફ વાઉચર, એક કોમ્બો વાઉચર ઓફર કરવું પડશે.

Read More...
  Entertainment

ઈજિપ્તમાં શાહરુખનો અનોખો ચાહક

વિશ્વભરમાં ફેલાયેલા ઘણા ભારતીયો બાજીગર શાહરુખ ખાનને પસંદ કરે છે. ઇજિપ્ત જેવા દેશમાં પણ શાહરુખના ચાહકો છે. આવા એક ચાહકોનો સારો અનુભવ ભારતનાં એક મહિલા પ્રોફેસરને થયો. ગત વર્ષના અંતિમ દિવસોમાં અશોકા યુનિવર્સિટીના પ્રોફેસર અશ્વિની દેશપાંડેએ ટ્વિટર પર ટ્રાવેલની અનોખી યાદગીરી પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, ઈજિપ્તના ટ્રાવેલ એજન્ટને એડવાન્સ પેમેન્ટ મોકલવામાં તેમને તકલીફ પડી રહી હતી. જો કે ટ્રાવેલ એજન્ટ શાહરૂખનો મોટો ફેન હતો અને તે એડવાન્સ પેમેન્ટ વગર ટિકિટ બૂક કરવા તૈયાર થયો હતો. કોઈ અન્ય સ્થળનું હોત તો પોતે મદદ ના કરત, પણ શાહરૂખની વાત અલગ છે. શાહરૂખના દેશના હોવાના કારણે મહિલા પ્રોફેસરની મદદ કરનારા અનોખા ફેનને અને આ ઘટના બહાર લાવનારા પ્રોફેસર માટે શાહરૂખે વળતી ગિફ્ટ મોકલાવી છે.

Read More...

સોનુ નિગમ પદ્મશ્રીથી સન્માનિત

હિન્દી ફિલ્મોના જાણીતા ગાયક સોનુ નિગમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સોનુ નિગમ દેશનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળવાની ખુશીમાં ખૂબ જ ભાવુક જોવા મળ્યો હતો. કલાના ક્ષેત્રમાં, સોનુ નિગમે તેની ગાયકી કૌશલ્યથી દેશને ગૌરવ અપાવ્યું, જેના માટે તેને સન્માન મળ્યું છે. તેણે આ એવોર્ડ તેની માતા શોભા નિગમને સમર્પિત કર્યો છે. સોનુ નિગમે આ ખાસ અવસર પર તેની માતા અને તેના ગુરુજીને શ્રેય આપ્યો. સોનુ નિગમે કહ્યું- 26 જાન્યુઆરી આમ પણ મારા અને મારા પરિવાર માટે ખૂબ જ ખાસ હોય છે. મને આ સન્માન માટે લાયક ગણવા બદલ હું ભારત સરકારનો ખૂબ જ આભારી છું. સોનુ નિગમે કહ્યું- ‘હું મારા માતા-પિતાનો આભાર માનું છું. હું આ એવોર્ડ મારી માતાને સમર્પિત કરવા માંગુ છું. જો તે આજે અહીં હોત, તો તેની આંખો ભીની થઇ ગઇ હોત. આ પ્રસંગે, હું મારા ગુરુઓને હાથ જોડીને નમન કરવા માંગુ છું જેમણે મને ઘણું બધું શીખવ્યું. આજે હું જે કંઈ પણ જાણું છું તે તેમના કારણે જ જાણું છું. તેમના આશીર્વાદથી જ હું આજે અહીં છું. મારા મિત્રો, મારા સહકર્મીઓ, તેઓએ મને ખૂબ સપોર્ટ કર્યો, હું તેમનો પણ આભાર માનું છું. તે મારો આધાર બનીને થાંભલાની જેમ મારી પડખે ઊભા રહ્યા.

Read More...

રાજકુમાર-ભૂમિ અભિનીત ‘બધાઈ દો’ ફિલ્મનું ટ્રેલર રીલીઝ થયું

યુવા અભિનેતાઓ રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરની નવી ફિલ્મ ‘બધાઈ દો’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં ભરપૂર કોમેડી છે. આ ફિલ્મનો વિષય અલગ છે. આ ફિલ્મનું પોસ્ટર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટર સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ માત્ર સિનેમાઘરોમાં જ રિલીઝ થશે. આ ફિલ્મના પોસ્ટરમાં રાજકુમાર રાવ પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળે છે. ભૂમિ એક એવી યુવતીના રોલમાં છે જેને છોકરાઓમાં કોઈ રસ નથી, તેમ છતાં તે એક યુવક સાથે લગ્ન કરે છે. રાજકુમાર આ ફિલ્મમાં નવા લૂકમાં જોવા મળશે. જ્યારે રાજકુમારની આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી ત્યારે તે અંગે ઘણી હાઈપ હતી. અગાઉ તેની રિલીઝ ડેટ 26 જાન્યુઆરી રાખવામાં આવી હતી પરંતુ કોવિડને કારણે તે ફરીથી મોકૂફ રાખવામાં આવી હતી. હવે તેના ટ્રેલરની સાથે તેની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ 11 ફેબ્રુઆરી 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Read More...

બોલિવૂડ સુપરસ્ટાર અક્ષયકુમારને કોરોના સંક્રમણ

બોલિવુડના સુપરસ્ટાર અક્ષયકુમારે રવિવારે સવારે જણાવ્યું હતું કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલમાં હોમ ક્વોરેન્ટાઇન છે. અક્ષયકુમારે તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવાની સલાહ આપી હતી. 53 વર્ષીય અભિનેતાએ પોતાની ટ્વીટમાં લખ્યું છે કે, વહેલી સવારે મારો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને હું આઈસોલેશનમાં છું અને હોમ ક્વોરેન્ટાઈન થયો છું. મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને વિનંતી કરું છું કે પોતાનો કોરોના ટેસ્ટ કરાવે અને કાળજી રાખે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store