(Photo by Kelly Defina/Getty Images)

ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ નંબર વન એશ્લી બાર્ટીએ ઓસ્ટ્રેલિયન ઓપન મહિલા સિંગલ્સ ટાઈટલ ગયા સપ્તાહે હાંસલ કર્યું હતુ. ફાઈનલમાં અમેરિકાની કોલિન્સને સીધા સેટમાં ૬-૩, ૭-૬ (૭-૨)થી હરાવી એશ્લિ ચેમ્પિયન બની હતી. બાર્ટી ૪૪ વર્ષમાં ઓસ્ટ્રેલિયન ઓપન જીતનારી સૌપ્રથમ ઓસ્ટ્રેલિયન મહિલા ખેલાડી બની છે. તેની પહેલા ઓસ્ટ્રેલિયન ઓપન જીતનારી મહિલા ખેલાડી ક્રિસ ઓ’નિલે ૧૯૭૮માં આ સિદ્ધિ હાંસલ કરી હતી. બાર્ટીનું આ કારકિર્દીનું ત્રીજું ગ્રાન્ડ સ્લેમ છે. તેણે ૨૦૧૯માં ફ્રેન્ચ ઓપન અને ગત વર્ષે વિમ્બલ્ડનનો તાજ ધારણ કર્યો હતો.